Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : VIDEO/ 'I think he likes crime', Donald Trump lashes out at Pope Leo for advising on Iran war

VIDEO/ 'મને લાગે છે કે તેમને ગુના ગમે છે', ઈરાન યુદ્ધ પર સલાહ આપતા પોપ લિયો પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : twitter

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેટિકન સિટીના પ્રમુખ પોપ લિયો (Pope Leo XIV) સામે મોરચો ખોલ્યો છે. પોપ દ્વારા ટ્રમ્પ પ્રશાસનની વિદેશ નીતિ અને યુદ્ધના વલણની ટીકા કરવામાં આવતા ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે. ટ્રમ્પે પોપને 'રેડિકલ લેફ્ટ' (કટ્ટર ડાબેરીઓ) ને ખુશ કરનારા અને ગુનાખોરી રોકવામાં 'નબળા' ગણાવ્યા છે.

App Store

"મને ટીકા કરનારા પોપ પસંદ નથી"

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે, પોપ લિયો વિદેશ નીતિના મામલે અત્યંત ખરાબ સાબિત થયા છે. 

  • પરમાણુ હથિયાર: પોપ ઈરાન પાસે પરમાણુ હથિયારો હોવાને યોગ્ય ઠેરવી રહ્યા છે, જે અમેરિકા માટે ખતરો છે.

  • અમેરિકાની ટીકા: પોપ અમેરિકાના રાષ્ટ્રપતિની ટીકા કરે તે મને મંજૂર નથી. હું એ જ કરી રહ્યો છું જેના માટે મને બહુમતી મળી છે.

  • ચર્ચને નુકસાન: પોપ રાજકારણી બનવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેનાથી કેથોલિક ચર્ચને મોટું નુકસાન થઈ રહ્યું છે.

પોપના ભાઈ 'લુઈસ' ની કરી પ્રશંસા

રસપ્રદ વાત એ છે કે, ટ્રમ્પે પોપ લિયોની ટીકા કરી પરંતુ તેમના ભાઈ લુઈસની પ્રશંસા કરી છે. ટ્રમ્પે કહ્યું, "મને પોપ કરતા તેમનો ભાઈ લુઈસ વધુ પસંદ છે કારણ કે તે પૂરો 'MAGA' (Make America Great Again) સમર્થક છે અને તેને વાસ્તવિકતા સમજાય છે."

વેટિકન અને વ્હાઈટ હાઉસ વચ્ચે તકરાર

પોપ લિયોએ તાજેતરમાં ટ્રમ્પ પ્રશાસનની આક્રમક નીતિઓ અને ખાસ કરીને ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીના સંકેતો પર ચિંતા વ્યક્ત કરી હતી. જેના જવાબમાં ટ્રમ્પે વળતો પ્રહાર કરતા કહ્યું કે જો તેઓ (ટ્રમ્પ) વ્હાઈટ હાઉસમાં ન હોત, તો લિયો વેટિકનમાં ન હોત.

ટ્રમ્પે અંતમાં સલાહ આપી કે પોપે કટ્ટર ડાબેરીઓને ખુશ કરવાનું બંધ કરી એક 'મહાન પોપ' બનવા પર ધ્યાન આપવું જોઈએ, નહીં કે રાજનેતા બનવા પર.