Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Back To War! Donald Trump may order massive bombings on Iran, claims WSJ

Back To War! ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર ભીષણ બોમ્બમારો કરવાનો આપી શકે છે આદેશ, WSJનો દાવો 

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Back To War! ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર ભીષણ બોમ્બમારો કરવાનો આપી શકે છે આદેશ, WSJનો દાવો 
સોર્સ : GSTV

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં ફરી એકવાર વિસ્ફોટક વળાંક આવ્યો છે. 'વોલ સ્ટ્રીટ જર્નલ' (WSJ) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, બંને દેશો વચ્ચેની રાજદ્વારી વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી અને ભીષણ બોમ્બમારો કરવાના વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. આ સમાચાર બાદ સમગ્ર મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે.

App Store

ઈસ્લામાબાદમાં થયેલી શાંતિ વાટાઘાટો કેમ નિષ્ફળ રહી?

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટે મહત્વની બેઠક યોજાઈ હતી. જોકે, ઈરાનની શરતો અને અમેરિકાની માંગણીઓ વચ્ચે કોઈ સહમતી સધાઈ શકી નથી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે તેઓ 'ઈસ્લામાબાદ MoU' થી માત્ર થોડા જ અંતરે હતા, પરંતુ અમેરિકાના વલણને કારણે વાત બગડી ગઈ.

ટ્રમ્પનો 'પ્લાન-B': સૈન્ય હુમલો અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકેબંધી

રિપોર્ટ અનુસાર, રવિવારે ફ્લોરિડામાં પોતાના રિસોર્ટ ખાતે સલાહકારો સાથેની બેઠક બાદ ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો સમજૂતી નહીં થાય તો સૈન્ય શક્તિનો ઉપયોગ જ એકમાત્ર રસ્તો છે.

  • હાઈ એલર્ટ: અમેરિકી સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

  • ટાર્ગેટ લિસ્ટ: પેન્ટાગોન ઈરાનના વ્યૂહાત્મક ઠેકાણાઓની યાદી તૈયાર કરી રહ્યું છે.

  • દરિયાઈ નાકેબંધી: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માં ઈરાની જહાજોની નાકેબંધી કરવાની પણ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે તૈયારી દર્શાવી છે.

વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો

જો અમેરિકા ઈરાન પર હુમલો કરે છે અથવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવો મહત્વનો દરિયાઈ માર્ગ બંધ થાય છે, તો તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ પર પડશે. ભારત જેવા દેશો માટે પણ ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. "જો તેઓ લડશે તો અમે પલટવાર કરીશું, અમે ધમકીઓ સામે ઝૂકીશું નહીં" - ઈરાનની અમેરિકાને ખુલ્લી ચેતવણી.

હવે આખી દુનિયાની નજર વ્હાઇટ હાઉસની સત્તાવાર જાહેરાત પર છે. શું ટ્રમ્પ ખરેખર બોમ્બમારો કરવાનો આદેશ આપશે કે પછી છેલ્લી ઘડીએ કોઈ નવો રાજદ્વારી રસ્તો નીકળશે? તે જોવું રહ્યું.