Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Has Pakistan become a victim of Donald Trump and Netanyahu's 'double game'? Meeting in Islamabad for ceasefire tomorrow

પાકિસ્તાન ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુની ‘ડબલ ગેમ’નો શિકાર બની ગયું છે? આવતીકાલે યુદ્ધવિરામ માટે ઈસ્લામાબાદમાં બેઠક

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
પાકિસ્તાન ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુની ‘ડબલ ગેમ’નો શિકાર બની ગયું છે? આવતીકાલે યુદ્ધવિરામ માટે ઈસ્લામાબાદમાં બેઠક
સોર્સ : GSTV

અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહ માટે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. આ ડીલ કરાવવામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે મહત્વની ભૂમિકા ભજવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ યુદ્ધવિરામ લેબનોન સહિત તમામ મોરચે લાગુ થશે. જોકે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કહ્યું છે કે આ સીઝફાયર લેબનોન પર લાગુ પડતું નથી.

App Store

પાકિસ્તાન ‘ડબલ ગેમ’નો શિકાર?

આ વિરોધાભાસી નિવેદનો બાદ હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું પાકિસ્તાન ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુની ‘ડબલ ગેમ’નો શિકાર બની ગયું છે? પાકિસ્તાને જે શરતો જાહેર કરી હતી તેને અમેરિકા અને ઈઝરાયેલે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. હવે ઈરાન મોટી મુશ્કેલીમાં મુકાયું છે. તેની પાસે બે જ વિકલ્પ છે: કાં તો તે પોતાને બચાવવા માટે યુદ્ધવિરામ ચાલુ રાખે અથવા લેબનોનમાં તેના સહયોગી હિઝબુલ્લાહની રક્ષા માટે યુદ્ધવિરામ તોડવાનું જોખમ ઉઠાવે.

યુદ્ધવિરામ માટે ઈસ્લામાબાદમાં યોજાશે બેઠક

પાકિસ્તાને છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા અને ઈરાન વચ્ચે બેકચેનલ સંપર્ક જાળવી રાખ્યો હતો. શાહબાજ શરીફે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, અમેરિકા, ઈરાન અને તેમના સાથી દેશો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે અને તે લેબનોન સહિત દરેક જગ્યાએ લાગુ થશે. પાકિસ્તાને આગામી 10 એપ્રિલના રોજ ઈસ્લામાબાદમાં બંને પક્ષો વચ્ચેની વાતચીત માટે યજમાનીનું આયોજન પણ કર્યું છે, જેના માટે ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં રજા જાહેર કરવામાં આવી છે.

પાકિસ્તાનની સફળતા પાણીમાં ડૂબી!

શરૂઆતમાં આ પાકિસ્તાન માટે મોટી રાજદ્વારી સફળતા માનવામાં આવતી હતી. પરંતુ સીઝફાયરની જાહેરાત થતાની સાથે જ ઈઝરાયેલે લેબેનોન પર ભયાનક હુમલા કરી રહ્યું છે. નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ યુદ્ધવિરામ માત્ર ઈરાન પૂરતો સીમિત છે અને હિઝબુલ્લાહ વિરુદ્ધની કાર્યવાહી ચાલુ રહેશે. અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે પણ પુષ્ટિ કરી કે, લેબનોનને આ ડીલમાં સામેલ કરવાનો ક્યારેય વાયદો કરવામાં આવ્યો ન હતો.

શું છે ટ્રમ્પ-નેતન્યાહુની ‘ડબલ ગેમ’

રાજકીય નિષ્ણાતો આને ટ્રમ્પ અને નેતન્યાહુની ‘ડબલ ગેમ’ ગણાવી રહ્યા છે. એક તરફ અમેરિકા ઈરાન સાથે સીઝફાયર કરીને હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો રાખવા માંગે છે, તો બીજી તરફ અમેરિકા ઈઝરાયેલને લેબનોનમાં હિઝબુલ્લાહને નબળું પાડવા માટે સંપૂર્ણ છૂટ આપી રહ્યું છે. આ સ્થિતિમાં પાકિસ્તાનની મધ્યસ્થતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

એવી ચર્ચા છે કે, પાકિસ્તાનને અલગ-અલગ મેસેજો આપીને માત્ર તેનો મોહરા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાને તાત્કાલિક યુદ્ધવિરામનો શ્રેય લઈ લીધો છે, જોકે હવે યુદ્ધવિરામની વાસ્તવિક સ્થિતિ, ઈસ્લામાબાદમાં બેઠકોની તારીખ વચ્ચે ઈઝરાયલ-અમેરિકાના વલણે પાકિસ્તાનને શરમજનક સ્થિતિમાં મુકી દીધું છે.

ઈરાન સામેની મોટી દુવિધા

ઈરાન માટે અત્યારે સ્થિતિ અત્યંત મુશ્કેલ છે. જો ઈરાન યુદ્ધવિરામ તોડે, તો અમેરિકા ફરીથી તેના પર હુમલા શરૂ કરી શકે છે. પરંતુ જો તે શાંત રહે છે, તો ઈઝરાયલ લેબનોનમાં હિઝબુલ્લાહનો ખાતમો કરી શકે છે. હિઝબુલ્લા ઈરાનનો સૌથી મહત્ત્વનો વ્યૂહાત્મક સાથી છે.

ઈરાને સંકેત આપ્યા છે કે, જો લેબનોન પર હુમલા ચાલુ રહેશે તો તે સમજૂતી તોડી શકે છે. ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે, લેબનોનને સામેલ કર્યા વિના કોઈ પણ કાયમી શાંતિ શક્ય નથી. હવે ઈરાને નક્કી કરવાનું છે કે તે પોતાની સુરક્ષા પર ધ્યાન આપશે કે પછી પોતાના સાથી લેબેનોનને બચાવવા માટે જોખમ લેશે.