BIG NEWS: PM મોદી અને US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફરી થઈ ટેલિફોનિક વાતચીત, અમેરિકન રાજદૂતે આપી માહિતી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે(14 એપ્રિલ) ટેલિફોનિક વાતચીત થઈ છે. આશરે 40 મિનિટ સુધી ચાલેલી આ લાંબી ચર્ચામાં બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંબંધો પર ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ફોન કોલ દરમિયાન ટ્રમ્પને કહ્યું કે, 'ભારતના લોકો તમને પ્રેમ કરે છે.'
પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાટાઘાટો નિષ્ફળ થયા બાદ આ વાતચીતને ખુબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે મંગળવારે આ અંગે માહિતી આપી છે. આ વર્ષ ત્રીજી વખત વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વાત થઈ છે. ત્યારે, મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદ બીજી વખત બંને વચ્ચે વાતચીત થઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વાતચીત દરમિયાન ખાસ કરીને મિડલ ઈસ્ટની વર્તમાન સ્થિતિ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ જાળવી રાખવા અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.






