કોલસેન્ટર માફિયા હર્ષિલ રાવલ; ચંદીગઢથી લઈને અમેરીકા સુધી ફેલાયેલું ફ્રોડનું સામ્રાજ્ય અને ગેંગસ્ટર કનેક્શન!

ટેક્નોલોજીના યુગમાં સાયબર ક્રાઈમે હવે એવા ભયાનક સ્વરૂપો ધારણ કરી લીધા છે કે જેના પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બને. વિદેશી નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા ગેરકાયદેસર કોલસેન્ટર કૌભાંડોમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે હર્ષિલ રાવલ નામ ચર્ચામાં આવ્યું છે, જેને સાંભળીને સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ગઈ છે.
ચંદીગઢમાં એક જ નામનો સિક્કો: "હર્ષિલ વગર પત્તું પણ ન હલે !"
ચર્ચા એવી જોરશોરથી ચાલી રહી છે કે જો ચંદીગઢ કે આસપાસના વિસ્તારમાં કોઈએ ગેરકાયદેસર કોલસેન્ટર ધમધમતું રાખવું હોય અથવા નવું શરૂ કરવું હોય, તો પહેલા 'હર્ષિલ રાવલ'ની મંજૂરી લેવી પડે છે. આ જગતમાં પ્રવેશવા માટે હર્ષિલને પૂછવું પડે છે અને તેને મોટો હપ્તો કે કમિશન આપવું પડે છે. કોલસેન્ટર માફિયાઓની આ દુનિયામાં હર્ષિલ હવે એક એવો ખુંખાર ખેલાડી બની ગયો છે, જેના ઇશારા વગર અહી કોઈ બીજું માથું ઊંચકવાની હિંમત નથી કરતું.
હર્ષિલની બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શનની ચર્ચાઓ
આ કૌભાંડનું કદ માત્ર સાયબર ઠગાઈ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ હવે તેની સાથે ખતરનાક ગેંગસ્ટરોનું જોડાણ હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હર્ષિલ રાવલના તાર કુખ્યાત બિશ્નોઈ ગેંગ સાથે પણ જોડાયેલા હોવાની ચર્ચા છે. કરોડો રૂપિયાની કાળા નાણાની કમાણી અને ગુનાખોરીના આ ખેલ પાછળ બિશ્નોઈ ગેંગનો ડર અને પ્રભાવ કામ કરી રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે.
આબરૂનો ડર અને પરિવારની મૌન દુનિયા
જ્યારે સમાજમાં કોઈ વ્યક્તિ આ સ્તરે ગુનાખોરીના દલદલમાં ખૂંપી જાય છે, ત્યારે તેના પરિવારની સ્થિતિ અત્યંત દયનીય બની જતી હોય છે. આ કેસમાં પણ ચર્ચા છે કે હર્ષિલ રાવલના પરિવારની સામાજિક પ્રતિષ્ઠા અને આબરૂ હવે કાગળના મહેલ જેવી થઈ ગઈ છે. પરિવારના ડર કે પ્રભાવના કારણે આસપાસમાં કોઈ તેમને સીધી રીતે કશું કહેવાની કે સવાલ પૂછવાની હિંમત નથી કરતું.
EDની તલવાર અને આગામી ખુલાસા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને અન્ય તપાસ એજન્સીઓ આ સમગ્ર નેટવર્કને તોડી પાડવા માટે મેદાને ઉતરી ચૂકી છે. હર્ષિલ રાવલ અને તેના સાથીદારો દ્વારા આચરવામાં આવેલા આર્થિક ગુનાઓ એક પછી એક ઉકેલાઈ રહ્યા છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ધડાકા થાય તેવી શક્યતા છે.








