ઇઝરાયેલના હુમલાએ ભડકાવી આગ, કતારે અરબ અને મુસ્લિમ દેશોની ઇમરજન્સી બેઠક બોલાવી
કતારનું પાટનગર દોહા ઇઝરાયેલના હુમલા બાદ રવિવાર અને સોમવારે એક ઇમરજન્સી અરબ-ઇસ્લામી શિખર સમ્

કતારનું પાટનગર દોહા ઇઝરાયેલના હુમલા બાદ રવિવાર અને સોમવારે એક ઇમરજન્સી અરબ-ઇસ્લામી શિખર સમ્મેલનની મેજબાની કરશે. આ બેઠકમાં દોહા પર ઇઝરાયેલી હુમલા પર ચર્ચા થશે.શિખર સમ્મેલનનો ઉદ્દેશ્ય કતારની ધરતી પર હમાસ નેતાઓને નિશાન બનાવીને કરવામાં આવેલા ઇઝરાયેલી હુમલાના પરિણામો પર વિચાર કરવા અને ગંભીર ઘટનાક્રમ પર અરબ-ઇસ્લામી પ્રતિક્રિયાનો સમન્વય કરવાનો છે. આ જાહેરાત દોહામાં થયેલા હવાઇ હુમલાના બે દિવસ બાદ થઇ છે.
મહત્ત્વપૂર્ણ છે કે કતારે આ કાર્યવાહીને હમાસ રાજકીય બ્યૂરોના કેટલાક સભ્યોની ઓફિસને નિશાન બનાવીને કરવામાં આવેલો કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો છે. ઇઝરાયેલી સેનાએ હુમલાની જવાબદારી લીધી છે જેમાં કહેવામાં આવ્યું કે શિન બેટ (ઇઝરાયેલી સુરક્ષા એજન્સી) સાથે મળીને દોહામાં 'હમાસ નેતૃત્ત્વ'ને નિશાન બનાવવામાં આવ્યા હતા. હમાસે પૃષ્ટી કરી કે ખલીલ અલ-હય્યાના નેતૃત્ત્વ ધરાવતું પ્રતિનિધિમંડળ હત્યાના પ્રયાસમાં બચી ગયું, જોકે, હુમસલામાં સંગઠનના કેટલાક સભ્ય માર્યા ગયા હતા.
કતારના વડાપ્રધાને શું કહ્યું?
કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાનીએ કહ્યું કે ઇઝરાયેલ દ્વારા દોહામાં હમાસ નેતાઓ પર કરવામાં આવેલા હુમલાથી ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝામાં બંધકોને છોડવાની તમામ આશા સમાપ્ત કરી દીધી છે.શેખ મોહમ્મદે આ નિવેદન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજર રહ્યાં પહેલા આપ્યુ હતું. આ નિવેદન ખાડી દેશો, ખાસ કરીને અરબ દેશોમાં ઇઝરાયેલી હુમલા પ્રત્યે વધતા અસંતોષને દર્શાવે છે, જેમાં છ લોકો માર્યા ગયા હતા. શેખ મોહમ્મદે કહ્યું કે હુમલાના દિવસે સવારે હું એક બંધ પરિવારને મળ્યો હતો. તે સંઘર્ષવિરામ અને મધ્યસ્થતા પર પુરી રીતે નિર્ભર હતા, તેમની પાસે બીજી કોઇ આશા નહતી પરંતુ મને લાગે છે કે નેતન્યાહૂએ પોતાના આ પગલાથી બંધકોને છોડાવાની તમામ સંભાવના ખતમ કરી નાખી છે.
કતાર અને ઇજિપ્તની મધ્યસ્થતા
કતાર અને ઇજિપ્ત ગાઝામાં સંઘર્ષવિરામ માટે મધ્યસ્થતાના પ્રયાસોમાં સામેલ રહ્યું છે. અમેરિકાના આગ્રહ પર કતારે વર્ષોથી દોહામાં હમાસના રાજકીય નેતૃત્ત્વને આશ્રય આપ્યો છે જેથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે વાતચીતની સંભાવના બની રહે. નેતન્યાહૂએ શેખ મોહમ્મદની ટિપ્પણીઓ પર કોઇ પ્રતિક્રિયા આપી નથી. જોકે, તેમણે હુમલાનો બચાવ કરતા કહ્યું હતું કે જો કોઇ દેશ આતંકીઓને આશ્રય આપે છે તો તેને બહાર કાઢવા જોઇએ અથવા ન્યાયના કઠેડામાં લાવવા જોઇએ નહીં તો અમે કાર્યવાહી કરીશું.








