કતારમાં ઇઝરાયેલની એરસ્ટ્રાઇક, હમાસના સીનિયર નેતાઓને નિશાન બનાવ્યા
ઇઝરાયેલે કતારમાં હમાસના સીનિયર અધિકારીઓ પર એરસ્ટ્રાઇક કરી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તે

ઇઝરાયેલે કતારમાં હમાસના સીનિયર અધિકારીઓ પર એરસ્ટ્રાઇક કરી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેમણે દોહામાં વિસ્ફોટનો અવાજ સાંભળ્યો છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ હુમલો દોહાના કટારા વિસ્તારમાં થયો હતો. હુમલામાં જે બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવી તે કાટમાળમાં ફેરવાઇ ગઇ છે. કતાર મધ્ય પૂર્વમાં અમેરિકાનું નજીકનું અને હમાસનું સમર્થન રહ્યું છે.
IDFએ કહ્યું, હમાસની આ લીડરશિપ કેટલાક વર્ષોથી આતંકી ગતિવિધિને અંજામ આપી રહી છે અને 7 ઓક્ટોબરે થયેલા નરસંહાર માટે સીધી રીતે જવાબદાર છે. હુમલા પહેલા નાગરિકોને નુકસાનથી બચાવવા માટે સચોટ હથિયાર અને ગુપ્ત ઇનપુટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. IDF અને ISA આગળ પણ પુરા સંકલ્પ સાથે હમાસને ખતમ કરવા માટે કાર્યવાહી ચાલુ રાખશે.
મુખ્ય નેગોશિએટર ઠાર
મળતી પ્રાથમિક માહિતી અનુસાર અલ અરેબિયાએ દાવો કર્યો કે કતારમાં થયેલા ઇઝરાયેલી હુમલામાં હમાસના ચીફ નેગોશિએટર ખલીલ અલ હૈયાનું મોત થયું છે. આ તે શખ્સ છે જે ઇઝરાયેલ સાથે વાતચીત કરાવતો હતો. જોકે, આ સમાચારની પૃષ્ટી થઇ નથી. ઇઝરાયેલે માત્ર એટલું જ કહ્યું કે તેનો હુમલો હમાસના ટોચના નેતૃત્ત્વની ટીમને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.






