અમદાવાદમાં માઇક-કેમેરા-એક્શન’ કાર્યક્રમ, ‘રહસ્યમ’ની ટીમ સાથે તુષાર દવેનો ખાસ સંવાદ
અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા ખાતે આવેલા ગુજરાત સમાચાર

અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા ખાતે આવેલા ગુજરાત સમાચાર ગ્રૂપના કલાપ્રકલ્પ કલાસ્મૃતિ ખાતે, TAFF ગ્રૂપના સહયોગથી એક ખાસ કાર્યક્રમ ‘માઇક-કેમેરા-એક્શન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પત્રકાર તુષાર દવે ગુજરાતી ફિલ્મ ‘રહસ્યમ’ની સ્ટારકાસ્ટ સાથે રસપ્રદ અને પ્રેરણાદાયી સંવાદ કરશે. આ કાર્યક્રમ 12 ઓક્ટોબર, રવિવારે રાત્રે 8:00 વાગ્યે કલાસ્મૃતિ, GSTV કેમ્પસ ખાતે યોજાશે.
રહસ્યમ’ની ટીમ સાથે ખાસ વાતચીત
આ કાર્યક્રમમાં ગુજરાતી સિનેમાના ઉભરતા સ્ટાર્સ અને સર્જનાત્મક પ્રતિભાઓનો સમાવેશ થશે. આસિફ સિલાવત, જેમણે ‘પર્વત’ અને ‘રહસ્યમ’ જેવી ગુજરાતી ફિલ્મો દિગ્દર્શિત કરી છે અને ‘બાતો બાતો મેં વિથ સપના’ જેવો પારિવારિક શો બનાવ્યો છે, તેઓ આ સંવાદનો એક મહત્ત્વનો ભાગ હશે. આસિફે એક હિન્દી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કર્યું હતું, જેનું ટીઝર વરુણ ધવન અને રેમો ડી’સૂઝા જેવા બોલિવૂડના મોટા સેલિબ્રિટીઓએ શેર કર્યું હતું. આ ટીઝર હજુ પણ તેમના ઈન્સ્ટાગ્રામ ફીડ પર જોઈ શકાય છે. જોકે, કમનસીબે આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહીં.
ડિરેક્ટર આસિફ સિલાવતની સાથે ઉત્સવ નાયક પણ હશે, જેમણે માત્ર 25 વર્ષની ઉંમરે હિતેન કુમારની ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી અને ‘આગંતુક’, ‘જલસો’, તેમજ ‘સંઘવી એન્ડ સન્સ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં નિર્માણ અને અભિનય બંનેમાં પોતાની પ્રતિભા દર્શાવી છે.સાથે જ, સપના વ્યાસ, જે ફિટનેસ કોચ, અભિનેત્રી, ફિલ્મ નિર્માતા અને ઈન્ફ્લુએન્સર તરીકે જાણીતા છે, તેમની હાજરીથી આ કાર્યક્રમમાં ચાર ચાંદ લાગશે. સપનાએ પોતાની મહેનત અને પ્રતિભાથી ગુજરાતી સિનેમામાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે.
આ કાર્યક્રમમાં તુષાર દવે આ ત્રણેય કલાકારો સાથે ગુજરાતી ફિલ્મ ‘રહસ્યમ’ની રચના, નિર્માણ અને તેની પાછળની પ્રેરણાઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરશે.
આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દરેક ફિલ્મપ્રેમી અને કળાના રસિકોને આમંત્રણ છે. કલાસ્મૃતિ, ઈસ્કોન ચાર રસ્તા, GSTV કેમ્પસ ખાતે 12 ઓક્ટોબર, રવિવારે રાત્રે 8:00 વાગ્યે આ ખાસ સાંજમાં જોડાઓ અને ગુજરાતી સિનેમાના આ દિગ્ગજોની પ્રેરણાદાયી વાતોનો આનંદ માણો. આ એક એવો અવસર છે જેમાં તમે ફિલ્મની દુનિયાના રહસ્યોને ખૂબ નજીકથી જાણી શકશો.
સ્થળ: કલાસ્મૃતિ, GSTV કેમ્પસ, ઈસ્કોન ચાર રસ્તા, અમદાવાદ
સમય: 12 ઓક્ટોબર, રવિવાર, રાત્રે 8:00 વાગ્યે






