કલાસ્મૃતિ દ્વારા વાક્ બારસે ગુજરાતમાં સૌ પ્રથમ વાર સરસ્વતીપૂજનનો કાર્યક્રમ
- 17 ઓક્ટોબર, શુક્રવારે સાંજે 6.30 વાગ્યે કલાસ્મૃતિ ખાતે નેહલ ગઢવી, જય વસાવ
- 17 ઓક્ટોબર, શુક્રવારે સાંજે 6.30 વાગ્યે કલાસ્મૃતિ ખાતે નેહલ ગઢવી, જય વસાવડા અને સુભાષ ભટ્ટનો સંવાદ અને કલારસિકોનું દિવાળીમિલન
- વાક્ દેવી એટલે કે સરસ્વતીની વાક્ બારસ એટલે વિદ્યા, વિચાર અને વાણીનો ઉત્સવ
નવરાત્રી હોય કે દિવાળી, દર પ્રસંગે કલારસિકો માટે નવું નવું પીરસતા ગુજરાત સમાચાર ગ્રૂપના કલાપ્રકલ્પ કલાસ્મૃતિ દ્વારા વાક્ દેવી એટલે કે સરસ્વતીના તહેવાર વાક્ બારસે ગુજરાતમાં સૌ પ્રથમવાર સરસ્વતીપૂજન અને દિવાળીમિલનનું આયોજન કરવામાં આવ્યુ છે. ઈસ્કોન મંદિરની બાજુમાં જીએસટીવી કેમ્પસ ખાતે આવેલા કલાસ્મૃતિમાં 17 ઓક્ટોબરે સાંજે 6.30 વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં જાણીતા વક્તાઓ નેહલ ગઢવી, જય વસાવડા અને સુભાષ ભટ્ટ 'વિદ્યા, વિચાર અને વાણીનો ઉત્સવ' વિષય પર સંવાદ કરશે. આ પ્રસંગે ભગવાન કૃષ્ણ પરની વાર્તા કહેતી ગુજરાતી ફિલ્મ 'લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે'ની ટીમ પણ ઉપસ્થિત રહેશે.
જય વસાવડાએ કહ્યું હતું કે, 'વાક્ બારસે સરસ્વતીપૂજનનો કાર્યક્રમ ગુજરાતમાં પહેલીવાર થઈ રહ્યો છે ત્યારે અમે અમારા પ્રેરણામૂર્તિ સ્વ. સ્મૃતિબેન શાહનું સ્મરણ કરી રહ્યા છીએ, જેમની ચિરવિદાયને વાક્ બારસે જ છ મહિના થઈ રહ્યા છે. આ સંસ્થા કલાસ્મૃતિ એટલે કે સ્મૃતિ શાહ કલ્ચરલ સેન્ટરની સ્થાપના જ એમણે કરી હતી. આ વિક્રમ સંવત પૂરૂ થઈ રહ્યુ છે ત્યારે આ કાર્યક્રમના માધ્યમથી આપણે સૌ વિચારોની રોશની પ્રગટાવીને, વિદ્યા અને કળાનો અજવાસ લઈને નવવર્ષ તરફ આગળ વધીશું.'
આ કાર્યક્રમ અંગે નેહલ ગઢવી શું કહીં રહ્યા, સાંભળો.
ઉપરાંત, સુભાષ ભટ્ટે પણ કાર્યક્રમ અંગે વાત કરી છે, તે સાંભળો.







