મુખ્ય સામગ્રી પર જાઓ
ક્લાસ્મૃતિ

કલાસ્મૃતિ ખાતે તુષાર દવેના પુસ્તક 'હમ્બો હમ્બો રીલોડેડ' નું જય વસાવડા અને સૌમ્ય જોશીના હસ્તે વિમોચન

ઇસ્કોન ચાર રસ્તા ખાતે આવેલા કલાસ્મૃતિના કેમ્પસમાં તુષાર દવેના પુસ્તક 'હમ્બો હમ્બો રીલોડેડ'

કલાસ્મૃતિ ખાતે તુષાર દવેના પુસ્તક 'હમ્બો હમ્બો રીલોડેડ' નું જય વસાવડા અને સૌમ્ય જોશીના હસ્તે વિમોચન

ઇસ્કોન ચાર રસ્તા ખાતે આવેલા કલાસ્મૃતિના કેમ્પસમાં તુષાર દવેના પુસ્તક 'હમ્બો હમ્બો રીલોડેડ' નું વિમોચન કરાયું હતું. નવભારત સાહિત્ય મંદિરમાંથી પ્રકાશિત થયેલા આ પુસ્તકનું વિમોચન લેખક જય વસાવડા અને સૌમ્ય જોશીએ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત તુષાર દવેએ પુસ્તકમાં લખેલા ડાયલોગને વાચિક્મ રૂપે પ્રસ્તુત કરીને કરાઈ હતી. આ પુસ્તકની પ્રસ્તાવના સૌમ્ય જોશીએ લખી હતી. આ પ્રસંગે 100 કરોડની ક્લબમાં સમાવિષ્ટ પ્રથમ ગુજરાતી ફિલ્મ 'લાલો' ના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. લેખક તુષાર દવેએ તેમની હમ્બો હમ્બો સિરીઝની આ ચોથી આવૃત્તિનું પુસ્તક લોન્ચ કર્યું હતું.

 પુસ્તકમાં વાચકોને ગમે એવા વ્યંગ અને કટાક્ષનો ઉલ્લેખ : તુષાર દવે

આ પુસ્તક અંગે ટૂંકી માહિતી આપતા તુષાર દવેએ જણાવ્યું હતું કે આ પુસ્તકમાં હાસ્યના લેખો છે. જેમાં વાચકોને ગમે એવા વ્યંગ અને કટાક્ષનો ઉલ્લેખ કરાયો છે. હું મારા પુસ્તકોમાં આવા વ્યંગ અને કટાક્ષ લખવાનો સતત પ્રયત્ન કરૂ છું. આજે આપણા દેશમાં લોકો હાસ્ય-રમૂજની વાતોને ગંભીરતાથી અને ગંભીર વાતોને રમૂજીમાં લઇ તેની હાંસી ઉડાડે છે. ઘણી વખત જીવનમાં એવા સંજોગો આવે છે કે આપણે તેની હાંસી ઉડાવીને તેને પસાર કરતા હોઈએ છીએ. 8 ડિસેમ્બરે મારા સ્વર્ગસ્થ પિતાશ્રીનો જન્મદિન હોવાથી પુસ્તક વિમોચનનો આજનો દિવસ પસંદ કર્યો છે.

 તુષાર તેજાબી લખતો હોવા છતાં તેની શૈલી હળવી રાખે છે: જય વસાવડા

જય વસાવડાએ પુસ્તકના વિમોચન બાદ જણાવ્યું હતું કે તુષાર દવે તેજસ્વી, તેજાબી અને તૈયાર છે. એ એવો પત્રકાર નથી કે ડેસ્ક પર બેસીને પોતાની સ્ટોરી લખીને ઊંઘી જાય. તેની સ્ટોરી પાછળની મહેનતના ઉજાગરા મેં જોયા છે. એ રેશમી  નહીં પણ રાતા ઉજાગરા હતા. તુષાર ભારેખમ તેજાબી લખતો હોવા છતાં તેની શૈલી હળવી રાખે છે. આ પ્રસંગે સૌમ્ય જોશીએ વિમોચન થયેલા પુસ્તકની પ્રસ્તાવના વાંચી હતી, જે તુષાર દવેને સંબોધીને લખાયેલી છે.

આ સમાચાર શેર કરો