મુખ્ય સામગ્રી પર જાઓ
ક્લાસ્મૃતિ

નવરાત્રીની પૂર્વ સંધ્યાએ કલાસ્મૃતિ દ્વારા ભાતીગળ રાસ-ગરબાના શુદ્ધ સ્વરૂપનો કાર્યક્રમ 'ગરબા રાસ તો બારેમાસ' યોજાયો

ગુજરાત સમાચાર ગ્રૂપના કલા પ્રકલ્પ કલાસ્મૃતિ દ્વારા નવરાત્રીની પૂર્વ સંધ્યાએ

નવરાત્રીની પૂર્વ સંધ્યાએ કલાસ્મૃતિ દ્વારા ભાતીગળ રાસ-ગરબાના શુદ્ધ સ્વરૂપનો કાર્યક્રમ 'ગરબા રાસ તો બારેમાસ' યોજાયો

ગુજરાત સમાચાર ગ્રૂપના કલા પ્રકલ્પ કલાસ્મૃતિ દ્વારા નવરાત્રીની પૂર્વ સંધ્યાએ સાલ ઓડિટોરિયમમાં ભાતીગળ રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શો 'ગરબા-રાસ તો બારેમાસ' યોજાઈ ગયો. જેમાં ગરબાકિંગ ચેતન જેઠવા અને તેમના ગ્રૂપ દ્વારા પ્રાચીન રાસ ગરબાની હુડો, અઠિંગો, માંડવડી, પ્રાચીન ગરબો, રાંદલ માનો ગરબો, ટિપણી જેવી શૈલીઓની તેના શુદ્ધ સ્વરૂપમાં પ્રસ્તુતી થઈ. જેમાં ખાસ કરીને ભગવાન રામ અને સીતા પરનો રાસ રજૂ કરવામાં આવ્યો. 

એટલું જ નહિ, પણ રાસ-રાસડો કોને કહેવાય, ગરબો-ગરબી શું છે, તે કોણ રમે, નવરાત્રીમાં કાણાવાળો ગરબો કેમથી શરૂ કરીને રાસ-ગરબાની ઉત્પત્તિ અને વિકાસની જર્નીની ઓથેન્ટિક ઈન્ફર્મેશન રસાળ શૈલીમાં દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી. 

TAFF (ટ્રાવેલ, આર્ટ, ફૂડ એન્ડ ફેશન) ગ્રૂપના સક્રિય સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં લેખક-પ્રવાસી-વક્તા અને કલાસ્મૃતિના અધ્યક્ષ જય વસાવડાએ પોતાના પ્રાસંગીક ઉદબોધનમાં કહ્યુ કે, 'નવરાત્રી કલાસ્મૃતિના સ્થાપક અને જેમના નામ પર આ સંસ્થા છે એવા ગુજરાત સમાચાર પરિવારના સ્મૃતિબેન શાહનો સૌથી પ્રિય તહેવાર હતો, ભાતીગળ સંસ્કૃતિ અને ગરબા તો એમને ખુબ જ ગમતાં અને આ એમના વિનાની પહેલી નવરાત્રી છે, એ સૂની ન લાગે એટલે એમને સ્મરીને એમના સન્માનમાં અમે એક ઉત્સવ ઉજવાવાનું નક્કી કર્યું એ ઉત્સવ એટલે આ "ગરબારાસ તો બારેમાસ" કાર્યક્રમ.'

આ કાર્યક્રમમાં રાજકીય-સામાજિક આગેવાનો, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને નાટ્યજગતના અગ્રણી કલાકારો તેમજ મોટી સંખ્યામાં કલા-ગરબાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો