મુખ્ય સામગ્રી પર જાઓ
ક્લાસ્મૃતિ

કલાસ્મૃતિમાં 7 ઓગસ્ટે 6.30 વાગ્યાથી 'શોલે' ફિલ્મનું સ્ક્રિનિંગ યોજાશે

ઐતિહાસિક ફિલ્મ 'શોલે'ને 50 વર્ષ થવાની ઉજવણી માટે કલાસ્મૃતિ ક્લાસિક ફિલ્મ ક્લબનું આયોજન 15 ઓગસ્ટ

કલાસ્મૃતિમાં 7 ઓગસ્ટે 6.30 વાગ્યાથી 'શોલે' ફિલ્મનું સ્ક્રિનિંગ યોજાશે

ઐતિહાસિક ફિલ્મ 'શોલે'ને 50 વર્ષ થવાની ઉજવણી માટે કલાસ્મૃતિ ક્લાસિક ફિલ્મ ક્લબનું આયોજન

15 ઓગસ્ટે ભારતના ઈતિહાસની સૌથી સેલિબ્રેટેડ ફિલ્મ 'શોલે'ને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સમાચાર ગ્રૂપના કલાપ્રકલ્પ કલાસ્મૃતિ સંચાલિત કલાસ્મૃતિ ક્લાસિક ફિલ્મ ક્લબ દ્વારા 7 ઓગસ્ટે એની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. 

ઈસ્કોન ચાર રસ્તા પર જીએસટીવી સ્થિત કલાસ્મૃતિમાં 6.30 વાગ્યે શોલેનું સ્ક્રિનિંગ યોજાશે. કલાસ્મૃતિ ખાતે રામગઢ જેવો લૂક ઊભો કરવામાં આવશે. દર્શકોને જો શક્ય હોય તો શોલેના જય-વીરુ, બસંતી, ગબ્બર, જેલર, સુરમા ભોપાલી, સાંભા સહિત કોઈપણ પાત્રના ગેટઅપમાં આવે.

શ્રેષ્ઠ વેશભૂષા ધારણ કરનારા ત્રણ વ્યક્તિઓને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવશે. સાથે જ વક્તા દ્વારા શોલેના જાણ્યા-અજાણ્યા ફેક્ટસની રસપ્રદ શૈલીમાં પ્રસ્તુતી કરવામાં આવશે તેમજ દર્શકો સાથે પણ સંવાદ થશે. 

કાર્યક્રમ નિ:શુલ્ક છે અને ઓપન ફોર ઓલ છે.

આ સમાચાર શેર કરો