ગુજરાતમાં ભાજપની 30 વર્ષથી સરકાર, ત્યાં પૂજારીઓનું સન્માન શા માટે ના કર્યું? કેજરીવાલે ઉઠાવ્યા સવાલ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ મા

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ માટે વધુ એક યોજનાની જાહેરાત કરી છે. વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે મોટી યોજનાઓ જાહેર કર્યા બાદ કેજરીવાલે મંદિરના પૂજારીઓ અને ગુરૂદ્વારાઓના ગ્રંથીઓ માટે પૂજારી અને ગ્રંથી સન્માન યોજના જાહેર કરી છે. મંદિરોના પૂજારીઓ અને ગુરૂદ્વારાઓના ગ્રંથીઓને સન્માન આપવાની જોગવાઈ હેઠળ દર મહિને સહાય પેટે રૂ. 18000 અપાશે. દેશમાં પ્રથમ વખત પૂજારી વર્ગ માટે નાણાકીય સહાય આપતી યોજના જાહેર થઈ છે.
પૂજારી-ગ્રંથી યોજનાની જાહેરાત બાદ ભાજપના નેતા ગાળો બોલે છે- કેજરીવાલ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "જ્યારથી પૂજારી ગ્રંથી સન્માન યોજનાની જાહેરાત થઈ છે ત્યારથી ભાજપના નેતાઓ ખરાબ-ખરાબ ગાળો બોલી રહ્યાં છે.મારો તેમને પ્રશ્ન છે -શું મને ગાળો બોલવાથી દેશને શું ફાયદો થશે? તમારી 20 રાજ્યમાં સરકાર છે. ગુજરાતમાં તમે 30 વર્ષથી સત્તા પર છો. તમે ત્યાંના પૂજારીઓ અને પુરોહિતોનું શા માટે સન્માન નથી કર્યું? ચાલો હવે કરી દો? હવે મેં બધાને રસ્તો બતાવ્યો છે. મને ગાળો આપવાના બદલે તમે 20 રાજ્યમાં અમલ કરો, તો બધાને ફાયદો થશે? શા માટે મને ગાળો બોલો છો?
પૂજારીઓ માટે યોજના લાવવાનો નિર્ણય કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોક
દિલ્હીની ચૂંટણી પહેલા AAP, ભાજપ અને કોંગ્રેસ મતદારોને ખુશ કરવા માટે નવી નવી જાહેરાતો કરે છે. મેનિફેસ્ટોમાં મોટા વર્ગને ખુશ કરવાના પ્રયાસો શરૂ થયા છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે પૂજારી-ગ્રંથી સન્માન યોજના શરૂ કરીને ચર્ચા જગાવી દીધી છે. આ યોજનાથી આમ આદમી પાર્ટીએ સોફ્ટ હિન્દુત્ત્વને આગળ કર્યું છે. આ યોજનાથી દિલ્હીના બહુમતી હિન્દુઓમાં AAPની ઇમેજ હિન્દુત્વ તરફી થશે
આ પણ વાંચો: મનીષ સિસોદિયાએ ગુજરાતની સ્કૂલોનો ઉઠાવ્યો મુદ્દો, કહ્યું- દુનિયા સાથે મુકાબલો કેવી રીતે કરીશું
ગુરૂદ્વારાના ગ્રંથીઓને પણ મહિને ચોક્કસ રકમ મળશે. ગ્રંથીઓને આ યોજનામાં આવરીને શીખ મતદારોને પણ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. પૂજારી-ગ્રંથીને 18 હજાર આપવામાં આવશે. કેજરીવાલની આ યોજના આમ આદમી પાર્ટી માટે બહુ જ ઉપયોગી થઇ શકે છે. ભાજપને વિચાર ન આવ્યો એવી યોજના લાવીને કેજરીવાલે માસ્ટરસ્ટ્રોક ફટકાર્યો છે.








