મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

"દેશની લોકશાહી અને બંધારણ સાથે મોટો વિશ્વાસઘાત!" ચૂંટણી પંચ અને ભાજપ પર અખિલેશ યાદવે ફોડ્યો આરોપોનો બોમ્બ

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે લખનઉ ખાતે ભાજપ અને ભારતીય ચૂંટણી પંચ (Election Commission) પર તીખા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો કે ભાજપ જનતા વચ્ચે નબળો પડી રહ્યો છે અને પોતાની નબળાઈ છુપાવવા માટે ચૂંટણી પંચની ઓટ લઈ રહ્યો છે.

અખિલેશ યાદવે ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે, ભાજપ અને ચૂંટણી પંચ બંને મળીને દેશની લોકશાહી, બંધારણ અને દેશના નાગરિકો સાથે ખુલ્લો વિશ્વાસઘાત કરી રહ્યા છે. તેમણે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને સ્વાયત્ત સંસ્થાઓની ભૂમિકા સામે પણ આકરા સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું કે જનતા હવે શાસક પક્ષની રણનીતિને સમજી ચૂકી છે.

આ સમાચાર શેર કરો