Video: મહાકાલના દર્શને કેન્દ્રીય મંત્રી

સોર્સ: gstv

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પરિવાર સાથે શ્રી મહાકાલેશ્વર મંદિરે મુલાકાત લીધી હતી. મંદિર પહોંચીને તેમણે ભગવાન મહાકાલનાં દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ પરિવાર સાથે સાંજની આરતીમાં પણ ભાગ લીધો હતો. મહાકાલની ભક્તિમાં લીન થઈ તેમણે ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. હરદીપ સિંહ પુરીની આ મંદિર મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત