Video: રાજસ્થાનના શંભુપુરા નજીક ક્રૂઝર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, 9 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે મોત થયું

મહારાષ્ટ્રના ધુળેના પરિવારો ખાટુ શ્યામજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે શંભુપુરા નજીક ક્રૂઝર વાહન રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાયું હતું. ભયાનક ટક્કરમાં વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને 9 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. નાંતા પોલીસે સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી 8 ઘાયલોને સારવાર માટે કોટા મેડિકલ કોલેજ હોસ્પિટલ ખસેડ્યા છે, જ્યારે મૃતદેહોને શબઘરમાં રખાયા છે.
જાહેરાત















