Video: મુંબઈમાં કોન્સર્ટ દરમિયાન ભારતની પ્રથમ એન્ટી-નાર્કોટિક્સ ફોરેન્સિક વાન તૈનાત, સ્થળ પર જ ડ્રગ પરીક્ષણ થશે

આ મોબાઇલ ફોરેન્સિક યુનિટ પોલીસને માદક દ્રવ્યોના સ્ત્રોત ઓળખવા, નમૂના એકત્ર કરવા અને પ્રયોગશાળામાં મોકલવાને બદલે ઘટનાસ્થળે જ પરીક્ષણ કરવામાં મદદરૂપ થશે. મેગા સિટી પોલીસિંગ પહેલ હેઠળ શરૂ કરાયેલી આધુનિક ટેકનોલોજી સુવિધાઓનું ઉદ્ઘઘાટન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ પોલીસ કમિશનરેટ ખાતે કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આ ટેકનોલોજી પોલીસ કામગીરીને વધુ પારદર્શક, જવાબદાર અને કાર્યક્ષમ બનાવશે.
જાહેરાત















