Video: ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ફતેહપુર-દેવા રોડ પર પિકઅપ ટ્રક અને ઈ-ઓટો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોના કરુણ મોત થયા

ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાના કેટલાક લોકો રોજગારીની શોધમાં મુંબઈ જવા માટે બારાબંકીથી ટ્રેન પકડવા ઈ-ઓટોમાં જઈ રહ્યા હતા. સાલારપુર નજીક સામેથી આવતી પિકઅપ ટ્રકે ઈ-ઓટોને જોરદાર ટક્કર મારતા રાજકુમાર, રામવિલાસ અને સોની નામની મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે ઈ-ઓટો ચાલક સહિત અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દેવા પોલીસે બંને વાહનો કબજે કરી પિકઅપ ચાલકને અટકાયતમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરાત















