Video: ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના ગિલૌલા બ્લોકમાં બેલેટ બોક્સ ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો

ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના ગિલૌલા બ્લોકમાં બેલેટ બોક્સ ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. બે શખ્સો બેલેટ બોક્સ લઈને ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જોકે ગ્રામજનોએ સતર્કતા દાખવી બંનેને ઝડપી પાડ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચા જાગી છે. સમગ્ર મામલે ગિલૌલાના બ્લોક વિકાસ અધિકારી વીરેન્દ્ર પ્રતાપ સિંહે માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે ગ્રામજનોની સતર્કતાથી બેલેટ બોક્સ ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાહેરાત












