Video: જગન્નાથ મંદિરે બાબા રામદેવ

ઓડિશાના પુરીમાં યોગગુરુ બાબા રામદેવે શ્રી જગન્નાથ મંદિરે પહોંચીને ભગવાનનાં દર્શન કર્યા હતા. કાર્તિક માસ દરમિયાન પુરી પહોંચેલા બાબા રામદેવે મંદિરમાં પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન તેમણે ભગવાન જગન્નાથ સમક્ષ પ્રાર્થના કરી હતી. બાબા રામદેવે એકતાના સંદેશ સાથે વધુ શક્તિ અને સામર્થ્ય મેળવવાની વાત પણ કરી હતી. તેમની મંદિર મુલાકાત દરમિયાન ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. બાબા રામદેવે ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈને દેશ અને સમાજની એકતા માટે પ્રાર્થના કરી હતી.
જાહેરાત
















