Video: વાવાઝોડા અકવાન બાદ પુરીમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાતા જગન્નાથ મંદિર પણ ઝાંખું દેખાયું

સોર્સ: gstv

વાવાઝોડા અકવાનના પસાર થયાના એક દિવસ બાદ ઓડિશાના પુરીમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું છે. ધુમ્મસની તીવ્રતા એટલી વધારે છે કે વિશ્વ પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર પણ લગભગ સંપૂર્ણપણે ધુમ્મસની ચાદરમાં ઢંકાયેલું અને અદ્રશ્ય દેખાઈ રહ્યું છે. વાવાઝોડા અને વરસાદ બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ગાઢ ધુમ્મસને કારણે સ્થાનિક વાહનચાલકો અને દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત