નાના વિમાનથી લઈને હોટલ રુમ પર નારાજ થઈ જતા જગદીપ ધનખડ, રાષ્ટ્રપતિ જેવા પ્રોટોકોલની અપેક્ષા રાખતા
જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સોમવારે તેમણે રાજીનામું

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સોમવારે તેમણે રાજીનામું આપ્યાબાદ તે રાજીનામાનું કારણ અને કાર્યકાળ પર ચર્ચાઓ શરુ થઈ છે. ત્યારે હવે કહેવામાં આવી રહ્યું છે કે, પ્રોટોકોલ પસંદ કરનારા ધનખડને તેમની એ જ આદતને લઈને ઘણી વખત વિદેશ યાત્રાઓ દરમિયાન અધિકારીઓ સાથે મતભેદનો સામનો કરવો પડતો. એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, કેટલીક વખત ધનખડ વિદેશ યાત્રાઓ દરમિયાન રાષ્ટ્રપતિ જેવા જ પ્રોટોકોલની અપેક્ષા રાખતા હતા.
ઈકોનોમિક ટાઈમ્સની રિપોર્ટ અનુસાર, જે પ્રોટોકોલને જગદીપ ધનખડ બરાબર માનતા હતા, તેના પર દબાણ કરવાના કારણે કોટલીક વખત અધિકારીઓ સાથે મતભેદ પણ થતા. સૂત્રો અનુસાર હોટલોના રુમથી લઈને વિમાન સુધી જગદીપ ધનખડને એવુ લાગતું કે તેમને જે સમ્માન મળવું જોઈએ એ નથી મળતું.
રિપોર્ટમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા દરમિયાન તેમની તેહરાન યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જગદીપ ધનખડે તેમને મળેલા હોટલના રુમ પર આપત્તિ જાહેર કરી હતી. ધનખડનું માનવું હતું કે, ઈરાનમાં ભારતીય દૂતાવાસે તેમને તેમના કદ પ્રમાણે રુમ આપવો જોઈતો હતો. જો કે બાદમાં તેમને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રહેવાની વ્યવસ્થા યજમાન સરકારે કરી હતી.
રિપોર્ટ અનુસાર એ યાત્રા દરમિયાન જ ધનખડે વિમાન પર પણ આપત્તિ દર્શાવી હતી. જગદીપ ધનખડ અનુસાર ઉપરાષ્ટ્રપતિ માટે મોટું વિમાન વધારે યોગ્ય હોત. ઘણી વખત જગદીપ ધનખડે કહ્યું હતું કે, તેમને વિદેશ યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ જેવા પ્રોટોકોલની અપેક્ષા હતી. સૂત્રોએ ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું કે, તેમને કહેવામાં આવ્યું કે, નાના દેશોના રાષ્ટ્રપતિ પણ પ્રોટોકોલના મામલે ભારતના ઉપરાષ્ટ્રપતિથી આગળ હોય છે.
રિપોર્ટ અનુસાર હાલમાં જ થયેલા એક કાર્યક્રમમાં જગદીપ ધનખડે કહ્યું હતું કે, તમે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના ફોટાઓ તો જોયા જ હશે પણ ઉપરાષ્ટ્રપતિનો ફોટો નહીં જોયો હોય. હું જ્યારે અહીંથી જઈશ ત્યારે ખાતરી કરીને જઈશ કે મારા ઉત્તરાધિકારીઓ પાસે ફોટા હોય.








