'હું જસ્ટિસ વર્માની પસંદગી કરનારી કોલેજિયમમાં હતો', CJI ગવઈએ કેસની સુનાવણી કરવાની ના પાડી
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈએ બુધવારે અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિશ યશવંત વર્માની અરજી પર સુન

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈએ બુધવારે અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિશ યશવંત વર્માની અરજી પર સુનાવણીથી પોતાને અલગ રાખ્યા છે. આ અરજીમાં ઈનહાઉસ તપાસ સમિતિના રિપોર્ટને ચેલેન્જ કરવામાં આવ્યો છે. સમિતિએ પોતાના રિપોર્ટમાં ન્યાયમૂર્તિ વર્માને કથિત કેશ રિકવરી વિવાદમાં દોષી ઠેરવ્યા હતા.
સીજેઆઈ ગવઈએ વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલને કહ્યું કે, હું આ મામલાની સુનાવણી ના કરી શકું. કારણ કે હું પણ એ સમિતિનો હિસ્સો હતો. આ કેસને લિસ્ટેડ કરવો પડશે અને તેના માટે નવી પીઠનું ગઠન કરવું પડશે. સીજેઆઈ ગવઈએ કહ્યું કે, હું જસ્ટિસ વર્માની પસંદગી કરનારી કોલેજિયમમાં હતો. એટલા માટે મારે આ કેસની સુનાવણી કરવી યોગ્ય નથી.
તાત્કાલિક સુનાવણી આવશ્યક
CJI) બી.આર. ગવઈની આ ટિપ્પણી એવા સમયે આવી જ્યારે કપિલ સિબ્બલે ન્યાયમૂર્તિ વર્મા તરફથી આ મામલાને જલ્દી પૂર્ણ કરવા માંગ કરી. અરજીમાં બંધારણીય પ્રશ્નો ઉઠાવાયા છે. એટલે આની તાત્કાલિક સુનાવણી આવશ્યક છે. મુખ્ય ન્યાયાધીશવાળી પીઠમાં ન્યાયમૂર્તિ કે. વિનોદચંદ્રન અને ન્યાયમૂર્તિ જોયમલ્લા બાગચી પણ શામેલ હતા. જસ્ટિસ વર્માને ભારતના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના દ્વારા 8 મેના રોજ કરવામાં આવેલી ભલામણ પણ રદ કરવાની માંગ કરી છે. જેમાં તેમણે સંસદ દ્વારા તેમની વિરુદ્ધ મહાભિયોગ શરૂ કરવાનો આગ્રહ કર્યો હતો.
શું હતી ઘટના
જસ્ટિસ યશવંત વર્મા દિલ્હી હાઈકોર્ટમાં જજ હતા ત્યારે ૧૪ માર્ચે રાત્રે લગભગ ૧૧:૩૫ વાગ્યે તેમના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી હતી. આ ઘટના પછી, સ્થળ પરથી રોકડ રકમ મળી આવી હોવાના સમાચાર સામે આવતા વિવાદ વકર્યો હતો. આ પછી, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શીલ નાગુના નેતૃત્વ હેઠળ રચાયેલી ત્રણ સભ્યોની સમિતિએ ૧૦ દિવસ સુધી તપાસ હાથ ધરીને ૫૫ સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી. સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
પત્ર લખી મહાભિયોગની કરાઈ હતી ભલામણ
સમિતિના રિપોર્ટમાં કહેવાયું હતું કે, જસ્ટિસ વર્મા અને તેમના પરિવારનો તે સ્ટોરરૂમ ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ હતું. જ્યાં રોકડ મળી આવી હતી. સમિતિએ આ ધારે તેમને ગંભીર દુરાચારી દોષી ઠેરાવતા પદથી હટવવા યોગ્ય માન્યા હતા. રિપોર્ટના આધારે તત્કાલિન સીજેઆઈ જસ્ટિસ સંજીવ ખન્નાએ રાષ્ટ્રપતિ મુર્મૂ અને પીએમ મોદીને પત્ર લખી મહાભિયોગની ભલામણ કરી હતી.








