Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : RJD MLA's statement in Bihar Assembly creates ruckus

'ગૃહ કોઈના બાપનું નથી...', બિહાર વિધાનસભામાં RJD ધારાસભ્યે નિવેદન આપતાં થઈ બબાલ

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2025
લાઇવ ટીવીGoogle News
'ગૃહ કોઈના બાપનું નથી...', બિહાર વિધાનસભામાં RJD ધારાસભ્યે નિવેદન આપતાં થઈ બબાલ
સોર્સ : google

બિહાર વિધાનસભામાં ચોમાસુ સત્રના ત્રીજા દિવસે ભારે હોબાળો થયો. ગૃહની અંદર શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે એટલી બબાલ મચી કે સ્પીકર નંદ કિશોર યાદવે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી. બુધવારે વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ વિપક્ષી નેતા તેજસ્વી યાદવ બિહારમાં મતદાર સુધારણા પર પોતાનો મત રજૂ કરી રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે તેજસ્વીને જવાબ આપ્યો. પરંતુ અચાનક CM નીતિશ કુમાર બોલી રહ્યા હતા ત્યારે વિપક્ષી ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. 

App Store

બિહાર વિધાનસભામાં નીતિશ કુમાર બોલતા હતા. આ દરમિયાન વિપક્ષી ધારાસભ્યોએ બબાલ મચાવી હતી. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી વિજયસિંહાએ આરજેડીના ભાઈ વિરેન્દ્રને ટોક્યા હતા. તો તેમણે કહ્યું કે, આ સદન કોઈના બાપનું નથી. તેમના આ નિવેદન પર શાસક પક્ષના ધારાસભ્યો પણ ગુસ્સે ભરાયા. શાસક પક્ષના લગભગ તમામ ધારાસભ્યો તેમની જગ્યાએથી ઉભા થઈ ગયા અને વિધાનસભામાં ભારે હોબાળો મચ્યો.

ગૃહમાં હાજર બિહાર સરકારના મંત્રી પ્રેમ કુમારે વિધાનસભા અધ્યક્ષને કહ્યું કે, આરજેડી ધારાસભ્યએ પોતાના શબ્દો માટે માફી માંગવી જોઈએ. પરંતુ આ પછી વિપક્ષી ધારાસભ્યોએ વધુ બબાલ મચાવી હતી. વિધાનસભા અધ્યક્ષ નંદ કિશોર યાદવે ભાઈ વીરેન્દ્રને પણ માફી માંગવા કહ્યું. પરંતુ વિપક્ષ આ માટે તૈયાર નહોતો. સ્પીકરે વિધાનસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.