મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

તમારી પાસે આ દસ્તાવેજ નથી તો SIRમાં નામ કપાશે; ચૂંટણી પંચે જાહેર કરી યાદી

ચૂંટણી પંચે SIRના બીજા તબક્કાની જાહેરાત કરી છે. બિહાર બાદ હવે 12 રાજ્ય અને કેન્દ્રશાસિત

તમારી પાસે આ દસ્તાવેજ નથી તો SIRમાં નામ કપાશે; ચૂંટણી પંચે જાહેર કરી યાદી

ચૂંટણી પંચે SIRના બીજા તબક્કાની જાહેરાત કરી છે. બિહાર બાદ હવે 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાર યાદી પુનનીરિક્ષણ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેમાં અંડમાન નિકોબાર ટાપુ, છત્તીસગઢ, ગોવા,ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, પોડિચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સામેલ છે.

ચૂંટણી પંચે SIRમાં વોટર દ્વારા રજૂ કરવામાં આવતા દસ્તાવેજોની યાદી પણ જાહેર કરી છે. જો તમારી પાસે આ દસ્તાવેજ છે તો તમારે તેને પોતાના BLOને બતાવવું પડશે. જે લોકો આ દસ્તાવેજ રજૂ નહીં કરી શકે તેમણે SIR બાદ મતદાર યાદીમાં નામ આવવામાં તકલીફ ઉભી થઇ શકે છે.

ક્યા ક્યા દસ્તાવેજ જરૂરી છે?

  • કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા જાહેર પેન્શન પેમેન્ટ ઓર્ડર
  • સરકારી અથવા સ્થાનિક નિગમ, બેન્ક,પોસ્ટ ઓફિસ, LIC દ્વારા જાહેર સર્ટિફિકેટ
  • બર્થ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ
  • એજ્યુકેશન સર્ટિફિકેટ
  • પરમેનેન્ટ રેસિડન્ટ સર્ટિફિકેટ
  • ફોરેસ્ટ રાઇડ સર્ટિફિકેટ
  • જાતિ પ્રમાણપત્ર
  • NRC
  • રાજ્ય અથવા લોકલ બોડી દ્વારા તૈયાર ફેમિલી રજિસ્ટર
  • જમીન અથવા હાઉસ એલોટમેન્ટ સર્ટિફિકેટ

SIRનો કાર્યક્રમ?

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે SIRના બીજા તબક્કાનો પ્રારંભ મંગળવારથી થશે. પ્રિન્ટિંગ અને ટ્રેનિંગનું કામ 28 ઓક્ટોબર 2025થી 3 નવેમ્બર 2025 સુધી ચાલશે. 4 નવેમ્બર 2025થી 4 ડિસેમ્બર 2025 સુધી ઘરે ઘરે જઇને મતદારોની જાણકારી મેળવવામાં આવશે. 9 ડિસેમ્બર 2025માં મતદાર યાદીનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવશે.

ડ્રાફ્ટ યાદીમાં કોઇ વિવાદ થવા પર 9 ડિસેમ્બર 2025થી 8 જાન્યુઆરી 2026નો સમય ક્લેમ અને ઓબ્જેક્શન માટે રાખવામાં આવ્યો છે. 9 ડિસેમ્બર 2025થી 31 જાન્યુઆરી 2026 સુધી સુનાવણી અને વેરિફિકેશન ફેઝ રાખવામાં આવ્યો છે. તમામ પ્રક્રિયા બાદ 7 ફેબ્રુઆરી 2026માં ફાઇનલ મતદાર યાદી રજૂ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો