બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનો પ્રચાર પડઘમ શાંત, 1314 ઉમેદવાર મેદાનમાં; 6 નવેમ્બરે મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 121 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થયા છે.રાજ્યની સત્તા

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 121 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થયા છે.રાજ્યની સત્તાના નસીબનો નિર્ણય આ તબક્કાની ચૂંટણીથી નક્કી થઇ જશે. આ ફેઝમાં 18 જિલ્લાની 121 બેઠકો પર 1314 ઉમેદવારોના નસીબનો નિર્ણય 6 નવેમ્બરે થશે.
બિહારમાં પ્રથમ તબક્કાનો પ્રચાર પડઘમ શાંત
બિહારમાં પ્રથમ તબક્કામાં મિથિલાંચલ,કોસી,મુંગેર ડિવીઝન અને ભોજપુરની 121 બેઠકો પર 6 નવેમ્બરે મતદાન થશે. આ તબક્કામાં કુલ 1314 ઉમેદવારમાં 122 મહિલા ઉમેદવાર મેદાનમાં છે. RJDના ઉમેદવાર સૌથીવધુ બેઠકો પર ચૂંટણી મેદાનમાં છે તો JDU પોતાના કોટાની અડધા કરતા વધુ બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
મુખ્યમંત્રી નીતિશ કુમાર અને RJDના તેજસ્વી યાદવના રાજકીય ભવિષ્યનો નિર્ણય પ્રથમ તબક્કાની ચૂંટણીમાં નક્કી થઇ જશે. પ્રથમ તબક્કામાં તેજસ્વી યાદવની સામે પોતાની બેઠક બચાવી રાખવાનો પડકાર છે તો નીતિશ કુમારે પોતાની ખુરશી બચાવવા માટે મહેનત કરવી પડશે.
પ્રથમ તબક્કામાં નીતિશ સરકારના 16 મંત્રીઓની અગ્નિપરીક્ષા
નીતિશ સરકારના 16 મંત્રીઓની અગ્નિપરીક્ષા પ્રથમ તબક્કામાં થશે, જેનાથી સમજી શકાય છે કે પ્રથમ તબક્કાની ચૂંટણી કોના માટે કેટલી મહત્ત્વની છે.
પ્રથમ તબક્કામાં કઇ પાર્ટીના કેટલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં NDA અને મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર છે. પ્રથમ તબક્કામાં મહાગઠબંધન તરફથી RJD 72 બેઠક પર ચૂંટણી લડી રહી છે તો તેના સહયોગી કોંગ્રેસ 24 અને CPI માલે 14 બેઠક પર નસીબ અજમાવી રહ્યું છે.
VIP અને CPI છ-છ બેઠક પર ચૂંટણી લડી રહી છે જ્યારે CPM ત્રણ અને આઇપી ગુપ્તાની ઇન્ડિયન ઇંક્લૂસિવ પાર્ટી (IIP)એ બે બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.આ રીતે છ બેઠકો પર મહાગઠબંધનની ફ્રેન્ડલી ફાઇટ છે.
બીજી તરફ NDAએ તરફથી JDU પ્રથમ તબક્કામાં 57 બેઠક પર ચૂંટણી લડી રહી છે તો ભાજપે 48 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે. ચિરાગ પાસવાનની LJP(રામવિલાસ) 13 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે. ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી RLMના બે ઉમેદવાર મેદાનમાં છે અને જીતનરામ માંઝીની હિન્દુસ્તાન આવામ મોર્ચા (હમ) પણ એક બેઠક પર ચૂંટણી લડી રહી છે.
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ પ્રથમ તબક્કાની 8 બેઠકો પર નસીબ અજમાવી રહી છે. સાથે જ તેના સહયોગી ચંદ્રશેખર અને સ્વામી પ્રસાદ મૌર્યની પાર્ટીએ પણ ઉમેદવાર ઉતાર્યા છે. આ સિવાય જન સુરાજ પાર્ટીએ પ્રથમ તબક્કાની 119 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.
પ્રથમ તબક્કામાં કોનું શું દાંવ પર લાગ્યો?
પ્રથમ તબક્કામાં NDA અને મહાગઠબંધન બન્ને ગઠબંધનોની સાખ દાંવ પર છે. આ 121 વિધાનસભા બેઠકો પર ગત ચૂંટણીના પરિણામ જોઇએ તો મહાગઠબંધન અને NDAમાં કાંટાની ટક્કર જોવા મળી હતી. મહાગઠબંધને 61 બેઠક પર જીત મેળવી હતી જ્યારે NDAને 59 બેઠક મળી હતી.
LJP ગત ચૂંટણીમાં એકલી ચૂંટણી મેદાનમાં ઉતરી હતી અને તેને માત્ર એક બેઠક મળી હતી. આ રીતે ભલે 2020માં મુકાબલો બરાબરીનો રહ્યો હોય પરંતુ આ વખતે સીન બદલાઇ ગયો છે.
પ્રથમ તબક્કાની જે 121 બેઠક પર ચૂંટણી યોજાવાની છે જેમાં સૌથી વધુ RJDએ 42 બેઠક પર જીત મેળવી હતી જ્યારે 32 બેઠક ભાજપે જીતી હતી. JDUના 23 ધારાસભ્ય જીતીને આવ્યા હતા અને કોંગ્રેસના 8 ધારાસભ્ય હતા.
આ સિવાય માલેના 7, વીઆઇપીના 4, સીપીઆઇ અને સીપીએમના 2-2 ધારાસભ્ય જીત્યા હતા. આ સિવાય એલજેપી એક બેઠક જીત્યું હતું. આ રીતે RJD માટે પોતાની બેઠક બચાવી રાખવાનો જંગ છે તો JDU સામે પોતાના જનાધારને ફરી મેળવવાનો પડકાર છે.
બિહારના પ્રથમ તબક્કાની ચૂંટણી લડાઇ
પ્રથમ તબક્કાની જે 121 બેઠકો પર 6 નવેમ્બરે મતદાન થવાનું છે જેમાં 57 બેઠક પર JDU ચૂંટણી લડી રહી છે.JDUના પ્રથમ તબક્કાની 36 બેઠકો પર RJD સાથે સીધી લડાઇ છે અને 13 બેઠક પર કોંગ્રેસ સાથે મુકાબલો છે. આ સિવાય સાત બેઠક પર JDUની લડાઇ સીપીઆઇ માલે સાથે અને બે બેઠક પર મુકેશ સહનીની પાર્ટી વીઆઇપી સાથે ફાઇટ છે.
23 બેઠક પર RJD અને ભાજપ વચ્ચે મુકાબલો છે તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પ્રથમ તબક્કામાં માત્ર 13 બેઠક પર સીધી લડાઇ છે. ચિરાગ પાસવાનની પાર્ટી LJP(રામવિલાસ)એ 10 બેઠક પર RJDનો સીધો મુકાબલો કરવો પડી રહ્યો છે તો ભાકપા-માલે 5 બેઠક પર ભાજપ સાથે બે બે હાથ કરી રહી છે.
મુકેશ સહનીની પાર્ટી વીઆઇપીની ચાર બેઠક પર ભાજપના ઉમેદવાર સામે મુકાબલો છે તો ઉપેન્દ્ર કુશવાહાની RLMના બન્ને ઉમેદવારોનો મુકાબલો RJDના ઉમેદવાર સાથે છે.
નીતિશ કુમારના 16 મંત્રીઓની અગ્નિપરીક્ષા
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મહાગઠબંધન અને NDA બન્નેના દિગ્ગજ ચહેરાઓની અગ્નિપરીક્ષા થવાની છે. મહાગઠબંધનની આગેવાની કરી રહેલા RJD નેતા તેજસ્વી યાદવની રાધોપુર બેઠક પર પ્રથમ તબક્કામાં ચૂંટણી છે, જેને કારણે અગ્નિપરીક્ષા 6 નવેમ્બરે જ થઇ જશે. આ સિવાય NDAના બન્ને ડેપ્યુટી મુખ્યમંત્રીની પરીક્ષા પણ પ્રથમ તબક્કામાં જ થશે.
ભાજપના નેતા સમ્રાટ ચૌધરી તારાપુર બેઠક પરથી મેદાનમાં છે તો વિજય કુમાર સિન્હા લખીસરાય બેઠક પરથી નસીબ અજમાવી રહ્યા છે, જેમની બેઠક પર પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં નીતિશ સરકારના 16 મંત્રીઓનું નસીબ દાંવ પર લાગ્યુ છે જેમાં JDU કોટાના 5 મંત્રી તો ભાજપ કોટાના 11 મંત્રી છે.
ભાજપના 11 મંત્રીઓમાં સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે સીવાન બેઠક પરથી નસીબ અજમાવી રહ્યા છે. બાંકીપુર બેઠક પર નીતિન નવીન, તારાપુરથી ડેપ્યુટી મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, લખીસરાયથી ડેપ્યુટી મુખ્યમંત્રી વિજય સિન્હા, દરભંગાના જાલેથી નગર વિકાસ મંત્રી જીવેશ મિશ્ર, દરભંગાથી રાજસ્વ મંત્રી સંજય સરાવગી,કુઢનીથી પંચાયતી રાજ મંત્રી કેદાર પ્રસાદ ગુપ્તા, સાહેબગંજથી પ્રવાસન મંત્રી રાજુ કુમાર, અમનૌરથી સૂચના અને ટેકનોલોજી મંત્રી કૃષ્ણ કુમારમંટૂ, બિહારશરીફથી પ્રવાસન મંત્રી સુનીલ કુમાર અને બછવાડાથી રમત મંત્રી સુરેન્દ્ર મહેતા મેદાનમાં છે.








