મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શું નીતિશ કુમાર માટે RJDના દરવાજા ખુલ્લા છે? બિહાર ચૂંટણી પહેલા તેજસ્વી યાદવનો મોટો દાવો

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામ બાદ શું નીતિશ કુમાર માટે દરવાજા

શું નીતિશ કુમાર માટે RJDના દરવાજા ખુલ્લા છે? બિહાર ચૂંટણી પહેલા તેજસ્વી યાદવનો મોટો દાવો

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામ બાદ શું નીતિશ કુમાર માટે દરવાજા ખુલ્લા છે? RJDના નેતા તેજસ્વી યાદવે તેના પર જવાબ આપ્યો છે. તેજસ્વી યાદવે કહ્યું, "નીતિશ કુમારજી બેભાન અવસ્થામાં છે, તેમના ચહેરાનો ઉપયોગ થઇ રહ્યો છે. ભાજપે તેમણે કઠપૂતળી બનાવી દીધી છે."

તેજસ્વીને પૂછવામાં આવ્યું કે શું RJDની JDU સાથે વાત ચાલી રહી છે? જવાબમાં તેજસ્વી યાદવે કહ્યું કે, કોઇ વાતચીત નથી ચાલતી, જે સમયે તે (મુખ્યમંત્રી નીતિશ કુમાર) પ્રસાર થઇ રહ્યા છે તેમના પ્રત્યે પુરી સહાનુભૂતિ છે. હવે ના તો તે મુખ્યમંત્રી બની રહ્યા છે અને ના તો JDU બચશે. કેટલાક ભાજપમાં જતા રહેશે તો કેટલાક RJDમાં આવી જશે.

તેજસ્વી યાદવે પ્રશાંત કિશોરને આપી જીતની શુભેચ્છા

જનસુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોરનું કહેવું છે કે તે 10થી ઓછી અથવા 150 કરતા વધારે બેઠક જીતશે. શું તે NDA અને મહાગઠબંધનનો ખેલ બગાડી શકે છે? જવાબમાં તેજસ્વી યાદવે કહ્યું, "પ્રશાંત કિશોરને વર્ષ 2029ની ચૂંટણી માટે ઘણી શુભકામનાઓ. તે જીતે અને વડાપ્રધાન બની જાય. દેશની તમામ સમસ્યાઓ દૂર કરી દે."

તેજસ્વી યાદવને 170 બેઠક પર જીતની આશા

તેજસ્વી યાદવે બિહાર ચૂંટણીમાં મતદાન પહેલા જ જીતની આશા સાથે શપથગ્રહણની તારીખની જાહેરાત કરી છે. તેજસ્વી યાદવે 18 નવેમ્બરે શપથ ગ્રહણની જાહેરાત કરી છે. મહાગઠબંધનને કેટલી બેઠકો મળશે તેના જવાબમાં તેજસ્વી યાદવે કહ્યું, "અમે 170થી વધારે બેઠક મળવાની આશા છે. અમે પૂર્ણ બહુમતથી સરકાર બનાવીશું, ક્યાય કોઇ તકલીફ ઉભી નહીં થાય."

આ સમાચાર શેર કરો