મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: તિરંગા સાથે હજારો લોકો રસ્તા પર ઊતર્યા! મુંબઈમાં CJP ના આહ્વાનથી રાજકીય ગરમાવો

રાજ્યની રાજધાની મુંબઈ સ્થિત ઐતિહાસિક આઝાદ મેદાનમાં ફરી એકવાર લોકવિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP) દ્વારા આપવામાં આવેલા ‘લહેરા દો તિરંગા’ (Lehra Do Tiranga) પ્રદર્શનના આહ્વાન બાદ મોટી સંખ્યામાં નાગરિકો અને કાર્યકરો આઝાદ મેદાન ખાતે એકત્રિત થવા લાગ્યા છે.

આઝાદ મેદાનમાં ઉમટી ભીડ

પ્રાપ્ત વિગતો અનુસાર, સવારથી જ હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લઈને લોકો આઝાદ મેદાન પહોંચવાનું શરૂ કરી ચૂક્યા હતા. શાંતિપૂર્ણ રીતે બંધારણીય મૂલ્યો અને નાગરિક અધિકારોના રક્ષણ માટે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં વિવિધ સામાજિક સંગઠનો, યુવાનો અને નાગરિકો જોડાયા છે. આંદોલનકારીઓ તિરંગો લહેરાવીને અને દેશભક્તિના સૂત્રોચ્ચાર કરીને પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે.

કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની સંભાવનાને ધ્યાને રાખીને મુંબઈ પોલીસ દ્વારા આઝાદ મેદાન અને તેની આસપાસના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વધારાના પોલીસ દળો તેમજ બેરિકેડ્સ તૈનાત કરવામાં આવ્યા છે.

આંદોલનના આયોજકોનું કહેવું છે કે, આ પ્રદર્શન બંધારણીય અધિકારો અને લોકતાંત્રિક મૂલ્યોને સમર્થન આપવા માટે શાંતિપૂર્ણ રીતે યોજવામાં આવી રહ્યું છે. હાલ આઝાદ મેદાન પરથી આવી રહેલા દ્રશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો