મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'વિરોધીઓને મતદાનના દિવસે ઘરની બહાર ના નીકળવા દેતા', લલન સિંહના VIDEO પર ચૂંટણી પંચે ફટકારી નોટિસ

કેન્દ્રીય મંત્રી અને જનતા દળ યુનાઇટેડ (JDU)ના નેતા લલન સિંહની મુશ્કેલી વધી છે. મોકામામાં બાહુબલી ને

'વિરોધીઓને મતદાનના દિવસે ઘરની બહાર ના નીકળવા દેતા', લલન સિંહના VIDEO પર ચૂંટણી પંચે ફટકારી નોટિસ

કેન્દ્રીય મંત્રી અને જનતા દળ યુનાઇટેડ (JDU)ના નેતા લલન સિંહની મુશ્કેલી વધી છે. મોકામામાં બાહુબલી નેતા અને JDU ઉમેદવાર અનંત સિંહનો પ્રચાર કરનારા લલન સિંહ વિરૂદ્ધ કેસ નોંધાયો છે. હવે ચૂંટણી પંચે પણ નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે લલન સિંહને એક વાયરલ વીડિયોને લઇને 24 કલાકની અંદર નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.

મતદાનના દિવસે વિરોધીઓને ઘરની બહાર ના નીકળવા દેતા-લલન સિંહ

કેન્દ્રીય મંત્રી લલન સિંહ કથિત રીતે વીડિયોમાં એમ કહેતા જોવા મળે છે કે, 'BJP-JDUના વિરૂદ્ધમાં મત નાખનારાઓને મતદાનના દિવસે ઘરની બહાર નીકળવા ના દેતા.ઘરમાં બંધ કરી નાંખજો. જો વધારે પગે પડે તો પોતાની સાથે લઇ જઇને મત અપાવી દેજો.' લલન સિંહના આ નિવેદન બાદ RJD-કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. હવે ચૂંટણી પંચે આ નિવેદન પર સંજ્ઞાન લેતા નોટિસ ફટકારી છે.

અનંત સિંહના સમર્થનમાં રોડ શો કરી ફસાયા લલન સિંહ-સમ્રાટ ચૌધરી

મોકામામાં જેલમાં બંધ JDUના ઉમેદવાર અનંત સિંહ માટે ચૂંટણી પ્રચાર કરવો NDAના બે દિગ્ગજ નેતાઓને ભારે પડ્યો છે. બન્ને સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ નેતાઓ પર આરોપ છે કે JDUના ઉમેદવાર અનંત સિંહ માટે રોડ શો કરી આદર્શ આચાર સંહિતાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે. પોલીસે સાયરન લાગેલી કાર સહિત બે વાહનોને જપ્ત કર્યા છે. આયોજક સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પટણા DMએ કહ્યું કે આચાર સંહિતાનું ઉલ્લંઘન થતા કેસ નોંધવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો