મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સપનામાં આવી ભાભી તો ખોદી નાંખી કબર, 39 દિવસ પહેલા થયું હતું મોત

મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં અંધવિશ્વાસે લીધે દિયરે દફન કરાયેલી પોતાની ભાભીની કબરને 39 દિવસ પછ

સપનામાં આવી ભાભી તો ખોદી નાંખી કબર, 39 દિવસ પહેલા થયું હતું મોત

મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં અંધવિશ્વાસે લીધે દિયરે દફન કરાયેલી પોતાની ભાભીની કબરને 39 દિવસ પછી ખોદી નાખી. ઘટનાની જાણ થતાં જ મુસ્લિમ સમાજના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. હાલ સિટી કોટવાલી પોલીસે આ કેસમાં ગુનો નોંધી કબર ખોદનાર વ્યક્તિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંધશ્રદ્ધાના કારણે દિયરે ભાભીની કબર ખોદીને મૃતકનું હાડપિંજર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. સિટી કોતવાલી ટીઆઈનું કહેવું છે કે વ્યક્તિએ અલ્હાના નિર્દેશ પર વ્યક્તિએ કબર ખોદવાનું સ્વીકાર્યું છે. હાલ આ કેસમાં જે પુરાવાઓ સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ VIDEO: દિલ્હીના CM આતિશીની થઈ શકે છે ધરપકડ, કેજરીવાલે કર્યો મોટો દાવો

સિધીના સિટી કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના હવાટોલા પોલીસ સ્ટેશન સ્થિત કબ્રસ્તાનમાં 39 દિવસ પહેલા દફનાવવામાં આવેલી મુસ્લિમ મહિલાની કબર સવારે ખુલ્લી મળી આવતા બબાલ મચી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કેસની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે, સીધી શહેરની રહેવાસી એક મુસ્લિમ મહિલાનું 15 નવેમ્બરના રોજ મૃત્યુ થયું હતું, જેના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો પરંતુ અંધશ્રદ્ધાને કારણે મુસ્લિમ મહિલાના સગા દિયરે જ મોડી રાત્રે કબરનું ખોદકામ કરીને કંકાલ નિકાળવાનો પ્રયાસ કર્યો હતો. સવાર પડી જતાં તે કબરને ખુલ્લી છોડીને સ્થળ પરથી નાસી ગયો હતો.

હાલમાં મૃતક મહિલાના પુત્રની ફરિયાદના આધારે સિટી કોતવાલી પોલીસે કબર ખોદનાર તેના કાકા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાના પુત્રએ જણાવ્યું કે, અંધશ્રદ્ધાના કારણે કાકાએ માતાની કબર ખોદી છે. તેને શંકા છે કે કાકા સાથે અન્ય લોકો પણ જોડાયેલા છે, આ સાથે પુત્રએ ખુલાસો કર્યો કે માતાનું મૃત્યુ 15 નવેમ્બરના રોજ થયું હતું. 40 દિવસ પૂરા થતાં ચાલીશ્માનું આયોજન થવાનું હતું પણ કાકાએ માતાની કબર ખોદી નાખી છે.

હાલ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે, મૃતક મહિલાના સગા દિયરે એવું કહ્યું કે, અલ્લાહના નિર્દેશ પર વ્યક્તિએ કબર ખોદીને હાડપિંજર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં પોલીસે તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ તપાસ ચાલુ છે અને આ કેસમાં જે પુરાવા મળશે તેના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે.

જો કે સિધી જિલ્લામાં ફેલાયેલી અંધશ્રદ્ધાને કારણે લોકો આવા જોખમી પગલાં ભરે છે. કબર ખોદ્યા પછી તેણે હાડપિંજર સાથે ચેડા શા માટે કર્યા તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે.

આ સમાચાર શેર કરો