મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લાઈવ કેમેરા સામે જ મચી ગયો હોબાળો: નેહા બોરા-અભિજીત દિપકેની પ્રેસ કોન્ફરન્સમાં એવું તે શું બન્યું કે સ્પીચ અટકાવવી પડી?

નવી દિલ્હીના પ્રેસ ક્લબ ખાતે ગુરુવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારે હંગામો અને હલ્લાબોલ જોવા મળ્યો હતો. નેહા બોરા, અભિજીત દિપકે અને અભિનેતા પ્રકાશ રાજ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં નેહા બોરાએ રાષ્ટ્રકવિ રામધારી સિંહ 'દિનકર'ની પ્રખ્યાત રચના 'રશ્મિરથી'ની પંક્તિઓ "ઝંઝીર બઢાકર સાધ મુઝે, હાં હાં દુર્યોધન બાંધ મુઝે..." ટાંકીને પોતાની વાત શરૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલું આ આંદોલન કોઈ એક રાજકીય પક્ષનું નથી, પરંતુ એ તમામ દેશવાસીઓનો હક છે જેમના નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવાયા છે.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે સૌરવ દાસ અને આશુતોષ રાંકાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલીને વોટિંગના અધિકાર માટે લડતા લોકોનો અવાજ દબાવી શકાશે નહીં. નેહા બોરા પોતાની વાત રજૂ કરી રહ્યા હતા તે દરમિયાન જ સભાખંડમાંથી કેટલાક લોકોએ અચાનક વિરોધ શરૂ કર્યો હતો અને "બહાર જાઓ, બહાર જાઓ"ના જોરદાર નારા લગાવ્યા હતા. પરિસ્થિતિ વણસતાં નેહા બોરાને પોતાનું વક્તવ્ય અધવચ્ચે જ રોકવું પડ્યું હતું. આ પછી અભિજીત દિપકેએ માઇક સંભાળીને લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમાચાર શેર કરો