મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હીના CM આતિશીની થઈ શકે છે ધરપકડ, કેજરીવાલે કર્યો મોટો દાવો

દિલ્હીમાં મહિલા સન્માન યોજના અને વૃદ્ધો માટેની સંજીવની યોજના મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી સામસ

VIDEO: દિલ્હીના CM આતિશીની થઈ શકે છે ધરપકડ, કેજરીવાલે કર્યો મોટો દાવો

દિલ્હીમાં મહિલા સન્માન યોજના અને વૃદ્ધો માટેની સંજીવની યોજના મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે છે. ભાજપે અરવિંદ કેજરીવાલ પર છેતરપિંડી અને જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે આગામી થોડા દિવસોમાં નકલી કેસ બનાવીને મુખ્યમંત્રી આતિશીની ધરપકડ કરવામાં આવી શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના લોકો તેમની સરકાર વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ બિહારમાં પુરુષ શિક્ષક થયો પ્રેગ્નેન્ટ!, મળી ગઈ મેટરનીટી લીવ

કેજરીવાલે આશંકા વ્યક્ત કરી હતી

કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે આ લોકો મહિલા સન્માન યોજના અને સંજીવની યોજનાથી ખૂબ જ બોખલાયા છે. આગામી થોડા દિવસોમાં આતિશીની સામે નકલી કેસ બનાવીને ધરપકડ કરવાની યોજના બનાવી છે. તે પહેલા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર દરોડા પાડવામાં આવશે.

બે વિભાગોએ જાહેરખબરો આપીને લોકોને ચેતવણી આપી 

દિલ્હી સરકારના બે વિભાગો મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આજે અખબારોમાં જાહેરાત આપતા કહ્યું હતું કે, દિલ્હીમાં એક રાજકીય પક્ષ દ્વારા મહિલા સન્માન યોજનાના દાવામાં કોઈ સત્યતા નથી. અને સંજીવન યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યોજનાઓ હજુ સુધી દિલ્હીમાં સત્તાવાર રીતે લાગુ કરવામાં આવી નથી. એટલે જો કોઈ આને લગતો દાવો કરે છે, તો જનતાએ તેના પર વિશ્વાસ ન કરવો.

દિલ્હી ભાજપા અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, આપણે સતત ડિજિટલ ફ્રોડ વિશે સાંભળીએ છીએ. અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકોને ડિજિટલ ફ્રોડની દિશામાં લઈ જઈ રહ્યા છે. દિલ્હીમાં AAPની સરકાર છે પરંતુ AAP સરકાર જનતાને ચેતવણી આપી રહી છે કે, 2100 રૂપિયાની કોઈ સ્કીમ નથી. સંજીવની નામની કોઈ યોજના કેબિનેટમાં ગઈ નથી. અરવિંદ કેજરીવાલ દિલ્હીની જનતાને છેતરવાનું કામ કરી રહી છે. 

આ સમાચાર શેર કરો