અજિત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ખોટ; PM મોદી સહિત દિગ્ગજો થયા ભાવુક
મહારાષ્ટ્રના રાજકારણથી આજે સવારે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પ

મહારાષ્ટ્રના રાજકારણથી આજે સવારે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોનું બારામતીમાં પ્લેન ક્રેશ થતાં નિધન થઇ ગયું. જેને લઈને આખા ભારતમાં હડકંપ મચી ગયો. દિગ્ગજ નેતાના નિધન પર હવે રાજકારણ સહિત દેશભરમાં શોકની લાગણી જોવા મળી રહી છે. જુઓ કોણે કેવી પ્રતિક્રિયા આપી છે.
વડાપ્રધાન મોદી થયા દુઃખી
મહારાષ્ટ્રની સરકારમાં ભાજપના સહયોગી અજિત પવારના નિધન પર ખુદ વડાપ્રધાન મોદી પણ દુઃખી થયા છે. તેમણે ટ્વિટ કરતાં લખ્યું કે મહારાષ્ટ્રના બારામતીમાં એક દુઃખદ ઘટના બની. અજિત પવાર એક લોકનેતા હતા. તેમણે લોકોની સેવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમના પરિવાર સાથે મારી સંવેદના છે.
ગૃહમંત્રી અમિત શાહ પણ થયા દુ:ખી
આજે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને અમારા વરિષ્ઠ NDA સાથી અજિત પવારના એક દુ:ખદ અકસ્માતમાં નિધનના સમાચારથી મને ખૂબ જ દુઃખ થયું છે. છેલ્લા સાડા ત્રણ દાયકાથી મહારાષ્ટ્રના દરેક વર્ગના કલ્યાણ માટે અજિત પવારે જે સમર્પણ કર્યું છે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં. અમે જ્યારે પણ મળતા ત્યારે તેઓ મહારાષ્ટ્રના લોકોના કલ્યાણને લગતા વિવિધ મુદ્દાઓ પર લાંબી ચર્ચા કરતા. તેમનું નિધન મારા માટે તેમજ NDA પરિવાર માટે વ્યક્તિગત નુકસાન છે.
હું પવાર પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ દુઃખની ઘડીમાં, સમગ્ર NDA શોકગ્રસ્ત પવાર પરિવાર સાથે મજબૂત રીતે ઊભું છે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ શાંતિ
મમતા બેનરજીએ આઘાતજનક ઘટના ગણાવી
અજિત પવારના નિધન અંગે પ્રતિક્રિયા આપતા પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે હું આ સમાચાર સાંભળીને જ સ્તબ્ધ થઈ ગઇ. તેમના પરિવાર અને તેમના કાકા શરદ પવાર, અજિત પવારના ચાહકો સાથે મારી સહાનુભૂતિ છે. આ ઘટનાની તપાસ થવી જોઇએ.
કોંગ્રેસના ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પણ ભાવુક થયા
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના દુ:ખદ વિમાન દુર્ઘટનામાં થયેલા અકાળ નિધનથી હું આઘાત અને ખૂબ જ દુઃખી છું. તેમનું અચાનક નિધન જાહેર જીવન અને મહારાષ્ટ્રના રાજકારણ માટે એક મોટું નુકસાન છે, જ્યાં તેમણે અનુભવ અને દૃઢ નિશ્ચય સાથે સેવા આપી હતી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના, અને આ દુઃખની ઘડીમાં શક્તિ માટે પ્રાર્થના. ઓમ શાંતિ.
મહેબૂબા મુફ્તીને પણ લાગ્યો ઝટકો
મહેબૂબા મુફ્તીએ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય લોકોના વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવવાના દુ:ખદ અહેવાલોથી ખૂબ જ આઘાત અને દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. મૃતકોના આત્માઓને શાંતિ મળે.








