Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ajit Pawar dies in plane crash; 5 people die in Baramati crash

Ajit Pawar Plane Crashes: વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત 5 લોકોના મોત

Timeછેલ્લું અપડેટ : 28 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Ajit Pawar Plane Crashes:  વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત 5 લોકોના મોત
સોર્સ : GSTV

મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી છે. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં અજિત પવાર હાજર પણ હાજર હતા. ડીજીસીએના અહેવાલો અનુસાર અજિત પવાર સહિત 5 લોકોનું નિધન થઈ ગયું છે. 

વિમાન ક્રેશ થવાનું કારણ શું? 

બારામતીમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અજિત પવાર ત્યાં જઇ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી વિમાન ક્રેશ થવાનું કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વિમાન આગમાં લપેટાઈ ગયું છે. ધૂમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. અહેવાલોમાં અનુસાર આ વિમાનમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપીના લીડર અજિત પવાર હાજર હતા. વિમાન ક્રેશ થયા બાદ આખો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.

ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા અજિત પવાર! 

અજિત પવાર ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હોવાની ચર્ચા છે ત્યારે જ અધવચ્ચે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. જોકે એનસીપી નેતા માજિદ મેમણે જણાવ્યું કે અજિત પવાર આજે બારામતી આવવાના હતા. 

ગાઢ ધુમ્મસને કારણે એરસ્ટ્રીપ ન દેખાઈ? 

સૂત્રો દ્વારા પ્રાથમિક તપાસ પરથી દાવો કરવામાં આવ્યો છે કે ધુમ્મસને કારણે પાઇલટને એરસ્ટ્રીપ જ દેખાઈ નહોતી જેના કારણે વિમાન રન-વે પર લેન્ડ ન થઈ શક્યું. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી અને લેન્ડિંગ સમયે જ પાઇલટ થાપ ગયાનો દાવો કરાયો છે. 

રાજકારણમાં શોકની લહેર 

અજિત પવારના નિધન પર રાજકારણમાં શોકની લહેર દોડી ગઈ છે. પીએમ મોદીએ મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ સાથે આ મામલે ચર્ચા કરી ઘટનાની જાણકારી મેળવી હતી. આ સાથે સુપ્રિયા સુલે પણ બારામતી જવા રવાના થયા હતા. બીજી બાજુ વિપક્ષના નેતાઓ સંજય રાઉત, મહેબુબા મુફ્તી સહિત અનેક લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. 

28 Jan 2026

અજિત પવારની એક ઈચ્છા કાયમ માટે અધૂરી રહી ગઈ

28 Jan 2026

બારામતી વિમાન દુર્ઘટનામાં કોણ કોણ હતા સવાર

28 Jan 2026

વડાપ્રધાન મોદી પણ થયા દુઃખી

28 Jan 2026

પ્રત્યક્ષદર્શીએ  કિસ્સો સંભળાવ્યો

28 Jan 2026

7 મહિના પહેલા વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં થયું હતું નિધન

28 Jan 2026

કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ વિમાન દુર્ઘટનાની તપાસની માંગ કરી

28 Jan 2026

આ વિમાનમાં અજિત પવાર હાજર પણ હાજર હતા

28 Jan 2026

વિમાનમાં સવાર કોઈ બચી શક્યું નથી: DGCA

28 Jan 2026

અજિત પવાર સાથે વિમાનમાં કેટલા લોકો હતા?

ટોપિક્સ:ajit pawargstvindia news