મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

તું બુકી છે, તારી પાસેથી રાજકોટથી 10 કરોડ આવ્યા છે, એક કરોડ આપી દે કહી સુરતમાંથી મોબાઈલ એસેસરીઝના વેપારીનું અપહરણ

સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને અસામાજિક તત્વો સતત પડકારી રહ્યાં છે. ત્યારે સુરત

તું બુકી છે, તારી પાસેથી રાજકોટથી 10 કરોડ આવ્યા છે, એક કરોડ આપી દે કહી સુરતમાંથી મોબાઈલ એસેસરીઝના વેપારીનું અપહરણ

સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને અસામાજિક તત્વો સતત પડકારી રહ્યાં છે. ત્યારે સુરતમાંથી એક ઓનલાઈન મોબાઈલ એસેસરીઝના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. કાપોદ્રા ચાર રસ્તા પાસેથી વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. કારમાં આરોપીને લઈ જઈને આરોપી પાસેથી એક કરોડ રૂપિયાની માગ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં યુવતીની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા, બીજા સાથે અફેર હોવાની શંકાએ મંગેતર બન્યો હત્યારો

10 કરોડમાંથી ખંડણી મગાઈ

ઓનલાઈન મોબાઈલ એસેસરીઝના વેપારીનું અપહરણ કરાયું હતું. કારમાં અપહરણ કરી એક કરોડની ખંડણી માગવામાં આવી હતી. બાદમાં તેને કહેવાયું કે, તું બુકી છે, તારી પાસે રાજકોટથી 10 કરોડ આવ્યા છે. તેમાંથી એક કરોડ રૂપિયા આપી દે. તેમ કહીને કારમાં લઈ જવામાં આવ્યો હતો. બાદમાં ખંડણી માંગી અબ્રામા ગામ પાસે વેપારીને છોડી દેવાયો હતો.

ઉઘરાણીમાં અપહરણ

સમગ્ર મામલે વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી. સટ્ટાના બાકી 2.50 લાખની ઉઘરાણીમાં અપહરણ કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના દીપેને  10 કરોડ રૂપિયા આકાશ પાસે આવ્યાનું જણાવ્યું હતું. ફોન કરી જણાવતા બાકી રહેલા રૂપિયા મળવાની આરોપી ખુશાલને આશા જાગી હતી. જો કે, પોલીસે ખુશાલ રમેશ સાવલિયા, હાર્દિક મધુ ખુમાણ, કેવલ ભરત કાકડીયાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો