મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ 'ઉઘરાણી કરશો તો જાનથી મારી નાખીશું', Suratની હોસ્પિટલના સંચાલકો વેપારીઓને ખુલ્લી ધમકી આપી ભૂગર્ભમાં ઉતર્યા 

Video/ Hospital administrators openly threaten businessmen and go underground | સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલના સંચાલકો સામે ગંભીર છેતર

સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલના સંચાલકો સામે ગંભીર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારના ત્રણ વેપારીઓ પાસેથી ₹71.82 લાખના સર્જીકલ સાધનો અને અન્ય સામાન ખરીદ્યા બાદ હોસ્પિટલ સંચાલકો પેમેન્ટ ચૂકવ્યા વિના હોસ્પિટલ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

પેમેન્ટ ટાળવા વાયદા અને ધમકીઓ

ફરિયાદી વેપારીઓના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ સંચાલકોએ મોટા પ્રમાણમાં સર્જીકલ સાધનોનો સામાન ખરીદ્યો હતો. જોકે, પેમેન્ટનો સમય આવતા તેઓ વાયદા પર વાયદા કરીને વેપારીઓને સતત ધક્કે ચડાવતા હતા.

જ્યારે વેપારીઓએ ઉઘરાણી માટે દબાણ કર્યું, ત્યારે સંચાલકોએ પૈસા આપવાને બદલે તેમને ગંભીર ધમકીઓ આપી હતી. વેપારીઓને સ્પષ્ટ શબ્દોમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેથી વેપારીઓએ ડરના માર્યા ઉઘરાણી કરવાનું બંધ કર્યું હતું.

હોસ્પિટલ બંધ, ફરિયાદ નોંધાઈ

અંતે, હોસ્પિટલના સંચાલકો ટ્રાઈસ્ટાર હોસ્પિટલને બંધ કરીને કાયમી ધોરણે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોતાની સાથે થયેલી ₹71.82 લાખની મોટી છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકીથી ત્રસ્ત થઈને ફરિયાદી વેપારીએ આખરે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ છેતરપિંડીની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા હોસ્પિટલ સંચાલકોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો