મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: 11 માં માળેથી પડતું મૂકવા ગયેલી કિશોરીને ફાયર બ્રિગેડે બચાવી,માતા સાથે ઝઘડો થયા બાદ કર્યો આપઘાતનો પ્રયાસ

સુરત શહેરના અલથાણ વિસ્તારમાંથી એક ઘટના સામે આવી છે. અહીં આવેલા સ્વિમ પ્લેસ

Surat news: 11 માં માળેથી પડતું મૂકવા ગયેલી કિશોરીને ફાયર બ્રિગેડે બચાવી,માતા સાથે ઝઘડો થયા બાદ કર્યો આપઘાતનો પ્રયાસ

સુરત શહેરના અલથાણ વિસ્તારમાંથી એક ઘટના સામે આવી છે. અહીં આવેલા સ્વિમ પ્લેસ નામના બિલ્ડિંગના ૧૧મા માળે ટેરેસ પર ચઢીને એક ૧૭ વર્ષીય કિશોરીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. કિશોરીને ટેરેસ પર જોતાં જ પરિવારજનો અને આજુબાજુના લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકોએ તેને સમજાવીને નીચે ઉતારવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તે માનવા તૈયાર ન હતી.

 ફાયર જવાનોએ કિશોરીને બચાવી 

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર જવાનોએ સમયસૂચકતા વાપરીને કિશોરીને ક્રેન મારફતે સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધી હતી અને તેનું જીવન બચાવ્યું હતું. આ ઘટના બાદ કિશોરીના પરિવારજનોને રાહત થઈ હતી. જાણવા મળતી માહિતી મુજબ માતા સાથે ઝઘડો થયા બાદ કિશોરીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

આ સમાચાર શેર કરો