Video/ બગોદરામાં ડોક્ટરની દાદાગીરી: સારવાર માંગતા પોલીસ બોલાવી કરાવી અટકાયત
અમદાવાદ (બગોદરા): સરકારી હોસ્પિટલના ડોક્ટરો ભગવાનનું રૂપ ગણાય છે,

અમદાવાદ (બગોદરા): સરકારી હોસ્પિટલના ડોક્ટરો ભગવાનનું રૂપ ગણાય છે, પણ બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનું વર્તન સાવ વિપરીત જોવા મળ્યું છે. એક તરફ માસૂમ બાળક પીડાથી કણસતું હતું અને બીજી તરફ ડોક્ટર સાહેબ પોતાની 'દાદાગીરી' બતાવવામાં વ્યસ્ત હતા.
શુ છે સમગ્ર મામલો?
બગોદરાની શિવમ વિદ્યાલયના એક વિદ્યાર્થીને પેશાબના ભાગે ગંભીર ઈજા થઈ હતી. લોહી નીકળતું હોવા છતાં ફરજ પરના ડોક્ટર રાધનપુરીએ તપાસ કરવાની તસ્દી સુદ્ધાં ન લીધી. જ્યારે વિદ્યાર્થીના વાલી જે.ડી. ડાભી અને માનવ સેવા આશ્રમના પ્રમુખ દિનેશભાઈ લાઠીયાએ બાળકને એકવાર વ્યવસ્થિત તપાસવા વિનંતી કરી, ત્યારે ડોક્ટર 'લાલઘૂમ' થઈ ગયા હતા.
સારવાર માંગવી એ ગુનો છે?
ડોક્ટરે પોતાની ભૂલ સુધારવાને બદલે સત્તાનો દુરુપયોગ કરી પોલીસ બોલાવી લીધી! નવાઈની વાત તો એ છે કે, ઈજાગ્રસ્ત બાળકની સારવાર કરાવવાને બદલે પોલીસ આચાર્ય અને સેવાભાવી અગ્રણી દિનેશભાઈને પોલીસ સ્ટેશન લઈ ગઈ.
હાલ આ ઘટનાને પગલે બગોદરા પંથકમાં ડોક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શું સરકારી હોસ્પિટલમાં વ્યવસ્થિત તપાસ કરવાનું કહેવું એ ગુનો છે? પીડાતા બાળકની તપાસ કરવાને બદલે પોલીસ બોલાવવી કેટલી વ્યાજબી? ડોક્ટર રાધનપુરી વિરુદ્ધ ઉચ્ચ સ્તરે તપાસ ક્યારે થશે?
બગોદરા પંથકમાં આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ છે. માનવતાને નેવે મૂકનારા આવા ડોક્ટરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.








