Ahmedabad news: AMCના ગાર્ડન વિભાગમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપને તંત્રએ નકાર્યો, કહ્યું- ટેન્ડર પ્રક્રિયા ગાઇડલાઇન મુજબ કરાઇ
AMCના ગાર્ડન વિભાગના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરતો પત્ર કોન

AMCના ગાર્ડન વિભાગના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરતો પત્ર કોન્ટ્રાકટર દ્વારા કમિશનરને લખવામાં આવતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ગાર્ડન વિભાગ માટે ટ્રેક્ટર–ટ્રોલી સપ્લાય અને ગાર્ડન લેબર સપ્લાય માટે એમ્પેનલમેન્ટ સંબંધિત રૂપિયા ૨૩૫ કરોડના ટેન્ડરમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ હરેકૃષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશન દ્વારા લખાયેલા પત્રમાં કરવામાં આવ્યો હતો. જેને તંત્ર દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે. તંત્રનું કહેવું છે કે ટેન્ડર પ્રક્રિયા ગાઇડલાઇન મુજબ કરવામાં આવી છે, CVC ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન થયું છે, તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે અને પત્રમાં કરાયેલા આક્ષેપોમાં કોઈ તથ્ય નથી.




