Video/ સાયલા-ચોટીલા હાઈવે પર 'બુલડોઝર' ગરજ્યું, નેશનલ હાઈવે પરની 4 ગેરકાયદે હોટલો કરાઇ જમીનદોસ્ત
Video/ Bulldozer 4 illegal hotels on National Highway razed to the ground | સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ધમધમતી 4 હોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને કરોડોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
ગૌચર અને સરકારી જમીન પર હતું દબાણ
વહીવટી તંત્રની તપાસમાં સામે આવ્યું હતું કે સાયલા અને વખતપર ગામ નજીક કોઈપણ જાતની મંજૂરી વગર સરકારી અને ગૌચરની જમીન પર હોટલો બનાવી દેવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી અને ઓચિંતું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કઈ હોટલો તોડવામાં આવી?
તંત્ર દ્વારા જેસીબીની મદદથી ચાર હોટલોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. જેમાં
- જય માતાજી ઢાબા
- જય ગોપાલ ઢાબા
- ક્રિષ્ના કાઠિયાવાડી (વખતપર નજીક)
- સાયલા પાસે આવેલી અન્ય એક હોટલ
10,500 ચોરસ મીટર જમીન કરાવી મુક્ત
આ મેગા ડિમોલિશન દરમિયાન આશરે 10,500 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. હાઈવે પર આટલા મોટા પાયે થયેલી કાર્યવાહીને પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લીંબડી DySP વિશાલ રબારી, સાયલા મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.








