Surendranagar: ઠાકોર સમાજનો નિર્ણય, સગાઈ- લગ્નમાં DJ-ફટાકડા અને મોબાઈલ આપવા પર પ્રતિબંધ
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના હડાળા ગામે ચુંવાળીયા ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી. આ બેઠકમા

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના હડાળા ગામે ચુંવાળીયા ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી. આ બેઠકમાં સાયલા, ચોટીલા, થાન અને મૂળી સહિતના ચાર તાલુકાના 150થી વધુ ગામોના આગેવાનો, સરપંચો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.વધતી મોંઘવારી અને સોના-ચાંદીના આસમાની ભાવોને ધ્યાને રાખી સમાજે સર્વાનુમતે અનેક ઐતિહાસિક ઠરાવો પસાર કર્યા છે. જેમાં સગાઈ પ્રસંગે દીકરીને મોબાઈલ આપવા પર તથા લગ્ન પ્રસંગોમાં ડીજે અને ફટાકડા જેવી પ્રથાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ આ સામાજિક નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેને 51 હજાર રૂપિયાનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.




