મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar: જમીન કૌભાંડમાં મોટો ખુલાસો, પૂર્વ કલેક્ટરની નજીકી ગણાતી મહિલા અધિકારી શંકાના ઘેરામાં

Big revelation in land scam, female official close to former collector under suspicion | સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે એક મુખ્ય મહિલા અધિકારીની ભૂમિકા શંકાન

Surendranagar: જમીન કૌભાંડમાં મોટો ખુલાસો, પૂર્વ કલેક્ટરની નજીકી ગણાતી મહિલા અધિકારી શંકાના ઘેરામાં

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે એક મુખ્ય મહિલા અધિકારીની ભૂમિકા શંકાના ઘેરામાં આવી છે. ચર્ચા છે કે આ મહિલા અધિકારી પૂર્વ કલેક્ટરની નજીક હતી તેમજ ચંદ્રસિંહ મોરીના સંપર્કમાં હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. જો આ મામલે ઊંડાણપૂર્વક તપાસ થાય તો અનેક મોટા ખુલાસા થવાની શક્યતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. બિલ્ડરો અને રાજકીય આગેવાનોની સૌથી વધુ ફાઈલો ક્લિયર કરવામાં આવતી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. ચર્ચામાં આવેલી આ મહિલા અધિકારી ગાંધીનગર બદલી માટે મોટા રાજકીય વગદારોથી સંપર્કમાં હોવાનું કહેવાય છે. હાઈવે ઉપર આવેલા હોટલ અને ધાબાઓમાં મીટીંગ બાદ જમીન સંપાદનની ફાઈલો ક્લિયર થતી હોવાની ચર્ચા પણ સામે આવી છે.  

આ સમાચાર શેર કરો