Surendranagar: પ્લાસ્ટિકના કારખાનામાં મહાનગરપાલિકાના દરોડા, 1800 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત
પર્યાવરણના રક્ષણ માટે સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, સુરેન્દ્રનગરમાં

પર્યાવરણના રક્ષણ માટે સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, સુરેન્દ્રનગરમાં તેનું વેચાણ અને ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ એક મોટી કાર્યવાહી કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનું કારખાનું ઝડપી પાડ્યું છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના ઇન્ડિયા એજન્સી નામના કારખાના પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન તંત્રને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર અને પર્યાવરણને નુકસાન પહોંચાડે તેવા પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો.
દરોડા દરમિયાન મહાનગરપાલિકાએ અંદાજે 1800 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં, આટલા મોટા જથ્થામાં તેનું ઉત્પાદન કે સંગ્રહ થતો હોવાનું બહાર આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ હવે વધુ કડક વલણ અપનાવ્યું છે. અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેચાણ કરતા તત્વોની મિલકત સીલ કરવાની તૈયારી મહાનગરપાલિકાએ દેખાડી છે.



