Surendranagar: એક તરફ પીવાના પાણીના ફાંફા, બીજી તરફ પાઇપલાઇન ફાટતા લાખો લીટરનો વેડફાટ
સુરેન્દ્રનગરના લીંબડીમાં તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરની મુખ્ય બજારમાં પ

સુરેન્દ્રનગરના લીંબડીમાં તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરની મુખ્ય બજારમાં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ભર શિયાળે બજારમાં નદીઓ વહેતી હોય તેમ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને ખરીદી કરવા આવેલા ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. મહત્વની વાત એ છે કે, લીંબડીમાં લોકોને પાંચ દિવસે માંડ એકવાર પીવાનું પાણી નસીબ થાય છે, ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીથી પાણીનો આટલો મોટો બગાડ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




