પારડી વિદ્યાર્થિનીના સિરિયલ કિલરનો ઘટસ્ફોટ, ડભોઈમાં અલ્પદ્રષ્ટિ યુવક સહિત 25 દિવસમાં 6ને ઉતાર્યા મોતને ઘાટ
વલસાડ જિલ્લાના પારડીમાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ ર

વલસાડ જિલ્લાના પારડીમાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓએ વધુ એક હત્યાનો ખુલાસો કર્યો છે. તપાસ દરમિયાન અત્યાર સુધી 6 હત્યાના ભેદ ઉકેલાયા છે. જેમાં આરોપીએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન જ હત્યા કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
વધુ એક હત્યાની કબુલાત
વલસાડના મોતીવાડામાં યુવતી પર રેપ વિથ મર્ડર કેસમાં રિમાન્ડ પર રહેલા આરોપીએ કરેલી વધુ એક હત્યાનો ભેદ ઉકેલાયો છે. 8મી જૂનના રોજ ડભોઇમાં એક અલ્પદ્રષ્ટિ યુવકની હત્યા કરી હતી. ટ્રેનના વિકલાંગ ડબ્બામાં સાથે મુસાફરી કરનાર અલ્પદ્રષ્ટિ યુવકને વચ્ચે રેલવે સ્ટેશન પર ઉતારી લૂંટના ઇરાદે હત્યા કરી હતી. અત્યાર સુધી આરોપીએ 25 દિવસમાં કરેલી 5 રેપ વિથ મર્ડર અગાઉ જૂનમાં ડભોઇમાં કરેલી વધુ એક હત્યાની આરોપીએ કબુલાત કરી હતી. અત્યાર સુધી 6 હત્યાનો ભેદ ઉકેલાયો છે. હજુ પણ આગામી સમયમાં આરોપીએ કરેલા અન્ય ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતા છે.
ટ્રેનમાં મુસાફરી દરમિયાન કરી હત્યા
આરોપી રાહુલ દિવ્યાંગ હોવાથી ટ્રેનમાં દિવ્યાંગના સ્પેશિયલ કોચમાં મુસાફરી કરતો હતો. આ દરમિયાન ટ્રેનમાં જ મુસાફરી કરતી વખતે અન્ય મુસાફરની લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની અને ત્રણ મહિલાઓ પર દુષ્કર્મ બાદ તેમની હત્યા કરી હોવાનો પણ પોલીસ સામે ખુલાસો કર્યો હતો. અત્યાર સુધી આરોપી પર 13 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને અનેક વાર જેલના સળિયા પણ ગણી ચૂક્યો છે.








