Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara Gangrape AAP-Congress attacks on Govt

Vadodara Gangrape : 16 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ મામલે AAP-કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહારો

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2024
લાઇવ ટીવીGoogle News
Vadodara Gangrape : 16 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ મામલે AAP-કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહારો

નવરાત્રિ દરમિયાન વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાયલી વિસ્તારમાં 16 વર્ષની સગીરા મિત્ર સાથે ગરબા રમવા નીકળી હતી. આ દરમિયાન સગીરાના મિત્રને ગોંધી રાખીને ત્રણ લોકોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સબ સલામતના દાવા કરતી ગુજરાત સરકાર પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે તેમજ પ્રહારો કર્યા છે. 

App Store

મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રાજ્યની મહિલાઓની સુરક્ષા કરવામાં સદંતર નિષ્ફળ - ઈસુદાન ગઢવી 

આદમી પાર્ટીના  પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. દિવસે અને દિવસે સમગ્ર પ્રદેશમાં દુષ્કર્મના બનાવ વધી રહ્યાં છે, જે ચિંતાજનક બાબત છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગુજરાતની મહિલાઓની સુરક્ષા કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે. આ સાથે જ તેમણે આરોપીઓને ફાંસીની સજા ફટકારવાની માંગ કરી છે.

ગૃહરાજ્ય મંત્રી તાત્કાલિક રાજીનામું આપી દો - અમિત ચાવડા 

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરતા લખ્યું કે ગુજરાતમાં આજે બેન- દીકરીઓ સલામત નથી. છેલ્લાં થોડા જ દિવસોમાં દાહોદ, ધાંગ્રધ્રા, મહેસાણા, વડોદરા, સહીત અનેક બળાત્કાર - હત્યાની ઘટનાઓ જે રીતે વધી રહી છે, કાયદા- વ્યવસ્થા પડી ભાંગી છે. એ ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ ને ચિંતાજનક છે. ખોટી બડાઈ ને જોરથી ભાષણો કરવામાં શૂરા રાજ્યના ગૃહરાજ્ય મંત્રી જો તમે ગુજરાતની બેન-દીકરીઓને સલામતી આપી ના શકતા હો તો તાત્કાલિક રાજીનામું આપી દો.

એક એવી કાર્યવાહી કરો કે ગુનેગારો ડરે - ગેનીબેન ઠાકોર 

ગુજરાતના એક માત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે  સરકાર પર પ્રહાર કરતા લખ્યું છે કે ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા કયાં છે? નરાધમો એક પછી એક દુષ્કર્મ કરી રહ્યાં છે અને કાયદો નિષ્ક્રિય છે. વડોદરાની અને દાહોદની ઘટનાઓ સંકટ નો સંકેત છે. ગૃહ રાજ્યમંત્રીએ નક્કર પગલાં કેમ નથી લીધા? એક એવી કાર્યવાહી કરો કે ગુનેગારો ડરે.

ગુજરાતની કાનૂન વ્યવસ્થા ક્યાં છે? - કોંગ્રેસ 

ગુજરાત કોંગ્રેસના X એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ગરબા રમવા જવાની વાતો કરનારા ગૃહરાજ્યમંત્રી ગુજરાતમાં દીકરીઓને સુરક્ષા પુરી નથી પાડી શકતા.  માતાજીની આરાધનાના પર્વમાં એક બાજુ માતાજીના ગરબા રમાય રહ્યા હતા અને એક બાજુ વડોદરામાં એક દીકરી સાથે દુષ્કર્મ, સાહેબ હવે તો શરમ કરો.  દાહોદમાં 6 વર્ષની માસુમ દીકરી સાથે બનેલી ઘટના હજુ ઉકેલાય નથી એવામાં 16 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, ગુજરાતની કાનૂન વ્યવસ્થા ક્યાં છે ?? કેમ કોઈ નક્કર પગલા નથી લેવાતા?? ક્યાં સુધી એકલી તપાસો જ થતી રહેશે ?? ગૃહ રાજ્યમંત્રી કોઈ એક તો એવો દાખલો બેસાડો કે દીકરીઓ સાથે આવા પાપ કરવાનું કોઈ વિચારી પણ ના શકે, કોંગ્રેસ પક્ષ આવા નરાધમોને સજા આપવા બાબતે તમને ખુલ્લીને સમર્થન આપવા તૈયાર છે.

FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી

વડોદરા ભાયલી વિસ્તારની ઘટનાના પગલે શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓએ સાથેનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઇ તપાસ હાથ ધરી છે. પોલીસ તેમજ FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઘટનાસ્થળેથી ઝાંઝર અને તૂટેલા ચશ્મા મળતા પોલીસે કબજે કર્યાં હતા.

પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 'પીડિતા તેના મિત્ર સાથે મોડી રાત્રે ભાયલી વિસ્તારમાં સનસિટી સોસાયટી નજીક વાત કરી રહી હતી. આ દરમિયાન બે બાઈક પર પાંચ લોકો આવ્યા હતા. જેમાં એક બાઈક પર બે જણા અને બીજી બાઈક પર ત્રણ શખસ હતા. આ પાંચેય શખસોએ પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી. જેનો પ્રતિકાર પીડિતા અને તેનો મિત્ર કરતો હતો. આમાંથી બે લોકો પહેલા નીકળી ગયા હતા. બાકીના ત્રણમાંથી એક શખસે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને બે શખસે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું.' જો કે, જિલ્લા પોલીસ વડાએ દાવો કર્યો છે, પીડિતા તેના મિત્રને મળવા માટે ગઈ હતી. ગરબા રમવા માટે ગઈ નહોતી. સાથે જ તે સાદા ડ્રેસમાં જ ગઈ હતી નવરાત્રિના પહેરવેશમાં પણ નહોતી.