મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો, વિપક્ષના સવાલોથી શાસક પક્ષ ઘેરાયું
મોરબી જિલ્લા પંચાયતની સામાન સભામાં વિપક્ષના પ્રશ્નોથી શ

મોરબી જિલ્લા પંચાયતની સામાન સભામાં વિપક્ષના પ્રશ્નોથી શાસક પક્ષ ઘેરાયું. ગૌચરની જમીન અને સેફ્ટીના બાબતે વિપક્ષે જવાબ માંગ્યો હતો. પરંતું તેની માહિતી જિલ્લા પંચાયત પાસે જ નથી તેવું જાણવામાં આવ્યું.
ગૌચરની જમીન કેટલી તે જિલ્લા પંચાયતને જ નથી ખબર
મોરબી જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં ગૌચરની જમીન અને ફાયર સેફટીણા સાધનો અંગે વિપક્ષે શાસક પક્ષને ઘેરી લીધું હતુ. જેમાં ગૌચરની જમીન પર વિકાસના કામો માંતે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પણ એ જમીન ક્યાં છે અને કેટલી છે જેની જિલ્લા પંચાયતને જ ખબર નથી. એવું કેમનું બની શકે. જેના જવાબમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિએ નિવેદન આપતા કહ્યું, સરકારી ગૌચરની જગ્યાઓની પંચાયતોને ખબર નથી હોતી. તેની માટે નિશાન હદ જોવડાવવી પડે છે.
ફાયર એક્સ્ટીંગ્યુશર એક્સપાયર થયે 4 મહિના થયા
આ ઉપરાંત જિલ્લા પંચાયતમાં લાગેલ ફાયર એક્સ્ટીંગ્યુશર ડિસેમ્બર 2024ણા એક્સપાયર થઈ ગયા છે. ચાર મહિના થવા આયા હજુ સુધી ફાયર સેફટી મામલે કોઈ દરકાર લેવામાં આવી નથી. ટેન્ડરિંગની પ્રક્રિયાની રાહમાં કોઈ મોટી દુર્ઘટના બને અને સાધનો જ ણા હોય તો તેની માટે જવાબદાર કોણ? આ બેદરકારી બદલ જવાબદારો વિરુદ્ધ શિડત વિષયક કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.







