મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોરબી: વાંકાનેર દ્વારકા ગામે 5 લોકોને થઈ ફૂૃડ પોઈઝનિંગની અસર, એક યુવાનનું મોત

ગુજરાતના મોરબીના વાંકાનેરના દ્વારકા ગામે ફૂડપોઝનિંગની ઘટનામાં એક વ્યક્તિનું મોત

મોરબી: વાંકાનેર દ્વારકા ગામે 5 લોકોને થઈ ફૂૃડ પોઈઝનિંગની અસર, એક યુવાનનું મોત

ગુજરાતના  મોરબીના વાંકાનેરના દ્વારકા ગામે ફૂડપોઝનિંગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. પ્રાથમિક અહેવાલ પ્રમાણે ફૂડ પોઈઝનિંગની 5 લોકોને અસર થઈ હતી.  

તમામને ઝાડા-ઉલ્ટી થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

મધ્યપ્રદેશથી ખેત મજૂરી કરવા આવેલા પરિવારે સવારે બનાવેલું ભોજન બપોરે જમણ કર્યું હતું, પરંતુ બાદમાં તમામની તબિયત બગડી હતી. ભોજન પછી તમામને ઝાડા-ઉલ્ટી થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ અનિલ ડાવર નામના યુવાનનું મોત નિપજ્યું હતું.

આ સમાચાર શેર કરો