સુરતમાં બાળક પર દબંગગીરી દેખાડનારા PSIને ફટકાર, મોરબી મોકલી દેવાયા, પગારનો ઈજાફો વર્ષ માટે અટકાવાયો
સુરત પોલીસ દ્વારા PMના કોન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસના આ રિહર્સલ સમયે એક બાળક સાઇકલ લઈને કોન્

સુરત પોલીસ દ્વારા PMના કોન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસના આ રિહર્સલ સમયે એક બાળક સાઇકલ લઈને કોન્વોય રૂટમાં પ્રવેશ કરતા પોલીસ અધિકારી દ્વારા તેને વાળ પકડીને માર મારવામાં આવ્યો હતો. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા વાઇરલ થતા જવાબદાર પીએસઆઇ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમને પરત મોરબી મોકલી દેવાની સાથે સાથે ઈજાફો અટકાવી નોટિસ ફટકારવામાં આવી છે.
રિપોર્ટ કરાયો
ગઇકાલે પોલીસ રિહર્સલ દરમિયાન એક સાયકલ સવાર ચાલુ કોન્વોયમાં ઘૂસી ગયો હતો. એ અંગેનો વીડીયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતાં. મોરબી જીલ્લાથી બંદોબસ્ત માટે સુરત આવ્યાં હતાં. સુરત શહેર પોલીસેએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે.ગઢવીનો રિપોર્ટ કરી એમને પરત મોરબી મોકલી આપ્યાં છે.
આકરા પગલાં લેવાયા
આ વાઇરલ વીડિયોમાં દેખાતા પીએસઆઇ મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે. તેમનું નામ બી. એ. ગઢવી છે અને સુરત શહેર ખાતે બંદોબસ્ત માટે હતાં. મોરબીનાં પોલીસ અધિક્ષક દ્વારા પોસઇ બી.કે. ગઢવી સામે સખ્ત પગલા લેવામાં આવ્યા છે. એમનાં પગારનો એક ઇજાફો એક વર્ષ માટે અટકાવી દેવાની નોટિસ પાઠવવામાં આવી છે.







