VIDEO: સુરતમાં બાળક પર દબંગગીરી બતાવનાર PSIની બદલી, લોકોએ કહ્યું-આવું જોર અડ્ડાવાળા પર બતાવો
સુરત પોલીસ દ્વારા PMના કોન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસના આ રિહર્સલ સમયે એક બાળક સાઇકલ લઈને કોન
સુરત પોલીસ દ્વારા PMના કોન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસના આ રિહર્સલ સમયે એક બાળક સાઇકલ લઈને કોન્વોય રૂટમાં પ્રવેશ કરતા પોલીસ અધિકારી દ્વારા તેને વાળ પકડીને માર મારવામાં આવ્યો હતો. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા વાઇરલ થતા જવાબદાર પીએસઆઇ સામે કાર્યવાહી કરવામાં આવી છે.તેમને કન્ટ્રોલ રૂમમાં મૂકી દેવાયા છે.
બાળક સાથેનું વર્તન બિલકુલ અયોગ્યઃ DCP
આ મામલે ડીસીપી અમિતા વાનાણીએ એક મેસેજના માધ્યમથી જણાવ્યું છે કે, સોશિયલ મીડિયામાં એક રીલ વાઇરલ થયેલી છે, જેની હકીકત એવી છે કે, બંદોબસ્ત રિહર્સલ દરમિયાન કોન્વોયની મૂવમેન્ટ રોડ ઉપર થઈ રહી હતી. ત્યારે એક બાળક રૂટ ઉપર આવી જતા અને અકસ્માત થવાની સંભાવના હોવાથી પોલીસે આવવાની ના પાડેલી. આમ છતાં અવારનવાર કોન્વોયના રૂટમાં આવતા આ દુઃખદ બનાવ બનેલો હતો. આ વાઇરલ વીડિયોમાં દેખાતા પીએસઆઇ મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે. તેમનું નામ બી. એ. ગઢવી છે અને સુરત શહેર ખાતે બંદોબસ્ત માટે હતાં.






